ખબર

WHOએ કોરોનાને લઈને ખોલી નાખી પોલ, ભારતને આપી આ ચેતવણી- જલ્દી વાંચો બધા

હાલ સમગ્ર દેશ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યો છે. ભારતમાં કોરોનનો આંકડો 18 લાખથી વધુ છે. દેશમાં દરરોજ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે. કોરોનાની વેક્સીન બનાવવા માટે બધા જ દેશો મહેનત કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ દેશને સફળતા મળી નથી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ સોમવારે જણાવ્યું હતું કે કોરોનાની રસી બનાવવાબનાવવા માટે તનતોડ મહેનત કરવા છતાં કોરોના વાયરસના જવાબમાં કોઈ ‘રામબાણ’ સમાધાન ક્યારેય આવી શકે નહીં. ડબ્લ્યુએચઓએ એમ પણ કહ્યું છે કે ભારત જેવા દેશોમાં ટ્રાન્સમિશન દર ખૂબ વધારે હોય લાંબી લડાઈ માટે તૈયાર રહેવું જોઈએ.

Image source

ડબ્લ્યુએચઓનાં ડિરેક્ટર ટેડ્રોસ એડેનમે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હમણાં કોઈ જ રામબાણ ઈલાજ નથી અને કદાચ ક્યારેય નહીં થાય. તેમણે એમ પણ કહ્યું છે કે પરિસ્થિતિ સામાન્ય થવા માટે વધુ સમય લાગશે. ડબ્લ્યુએચઓ ઇમરજન્સી કમિટી 3 મહિના પહેલા મળી હતી. તે પછી ચેપના કેસો વિશ્વભરમાં પાંચ ગણો વધીને 1.75 કરોડ થયા છે અને મૃત્યુઆંક ત્રણ ગણા વધીને 6.8 લાખ થઈ ગયો છે.

Image source

ટેડ્રોસ અને ડબ્લ્યુએચઓના ઇમરજન્સી હેડ માઇક રેયને તમામ દેશોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટેંસીન્ગ રાખવા, હાથ ધોવા અને ટેસ્ટ કરવા માટે કડક પગલા ભરવા જણાવ્યું છે. ટેડ્રોસે કહ્યું કે લોકો અને સરકાર માટે સંદેશ સાફ છે કે બધું કરો અને માસ્કને લોકો વચ્ચે એકજુટતાના પ્રતીક બનાવી રાખો.

Image source
Image source

આ સાથે જ વધુમાં જણાવ્યું હતું કે, ઘણી બધી વેક્સીન ત્રીજા ચરણમાં ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. લોકો ઈચ્છી રહ્યા છે કે ઘણી વેક્સીન લોકોને બચાવવા માટે બની જાય.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.