ખબર

તો શું ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો ખોટો? WHOએ ખોલ્યું રાઝ ક્યાંથી ઉત્પન્ન થયો કોરોના વાયરસ

આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાયરસ ચીનના વુહાન શહેરમાંથી ફેલાયો છે, અને આજે આ વાયરસે આખી દુનિયાને પોતાના ચપેટમાં લઇ લીધી છે, ભારત સહીત દુનિયાના મોટાભાગના દેશોમાં લાખો લોકોના જીવ આ વાયરસના કારણે ચાલ્યા ગયા છે. ઇટલી બાદ હવે જો સૌથી વધુ આ વાયરસનો પ્રકોપ જોવા મળ્યો હોય તો તે અમેરિકામાં છે, અમેરિકામાં પણ લાખો લોકો આ વાયરસથી પ્રભાવિત થયા અને હાજારો લોકોના જીવ પણ ચાલ્યા ગયા છે.

Image Source

ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે આ કોરોના વાયરસ ચીનના વુહાન શહેરના એનિમલ મારેકટમાંથી નહિ પરંતુ વુહાનની લેબમાંથી ઉત્પન્ન થયો છે, ત્યારે WHO દ્વારા ટ્રમ્પના આ દાવાને નકારી કાઢવામાં આવ્યો છે.

Image Source

WHOનાહેડ ઓફ ઈમરજન્સી ડોક્ટર માઈકલ રાયને જણાવ્યું કે, WHOને વિશ્વાસ છે કે કોરોના વાયરસ પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થયો છે. ગુરુવારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેમને ખાતરી છે કે કોરોના ચીનના વાયરોલોજી ઈન્સ્ટીટ્યૂટમાંથી ઉત્પન્ન થયો છે.

Image Source

હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે કોરોના વાયરસનો ઉદ્ભવ કેવી રીતે થઇ રહ્યો છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે WHO ચીનની તરફેણ કરી રહ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.