અજબગજબ ખબર જીવનશૈલી

વાંચો આ નાની છોકરીની સત્ય સ્ટોરી જે માત્ર 5 વર્ષની ઉંમરે માં બની

લીના મદીના: જે ફક્ત પાંચ વર્ષની ઉમરમાં જ બની ગઈ હતી એક બાળકની માતા, ડોક્ટરોના પણ હોંશ ઉડી ગયેલા : વિજ્ઞાન આજે ખૂબ જ પ્રગતિ કરી ચૂક્યું છે, પરંતુ આજે પણ વિજ્ઞાનની અમુક સીમાઓ છે. કેટલીક વસ્તુઓ છે જે વિજ્ઞાનની સીમાથી ઘણીં જ દૂર છે. આજે આવા જ એક કિસ્સા વિશે વાત કરીશું કે જે આજે પણ વિજ્ઞાન માટે વણઉકેલાયેલો કોયડો છે. અમે સાંભળ્યું જ હશે કે હાલમાં જ કેટલાક દિવસો પહેલા ખબર આવી હતી કે બ્રિટનમાં હાઈસ્કૂલમાં ભણતી છોકરી 12 વર્ષની ઉંમરમાં જ મા બની છે.

એમ તો તેને બ્રિટનની સૌથી નાની ઉંમરની માનો દરજ્જો મળ્યો છે. પરંતુ જો આપણે વાત વૈશ્વિક સ્તરની કરીએ તો આ દરજ્જો પેરુની લીના મદીનાના નામે છે, જે માત્ર 5 વર્ષ 7 મહિનાની ઉંમરમાં જ એક સ્વસ્થ બાળકની માતા બની ગઈ હતી. આ ઘટના ચિકિત્સા વિદ્યાં માટે આજે પણ એક કોયડો છે કે આખર આટલી નાની ઉંમરમાં બાળકી ગર્ભવતી થઇ અને એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. આ કેસ ચિકિત્સા વિજ્ઞાન માટે એક વણઉકેલાયેલો કોયડો બનીને રહી ગયો છે કે જે પોતાના તમામ તર્કો બાદ પણ નથી જણાવી શક્યા કે આખરે કઈ રીતે એક 5 વર્ષની બાળકી મા બની ગઈ.

તો ચાલો આજે જાણીએ લીનાની આખી વાત: લીના મદીનાનો જન્મ પેરૂના તિક્રાપોમાં 27 સપ્ટેમ્બર 1933ના રોજ એક સોની ટિબુરેલો મદીના અને વિક્ટોરિયા લોસીયાના ઘરે થયો હતો. લીના જ્યારે માત્ર પાંચ વર્ષની હતી ત્યારે તેના પેટનો આકાર વધવા લાગ્યો જેનાથી તેના માતાપિતા ચિંતિત થઇ ગયા. કેમ કે તિક્રાપો એક ગ્રામ્ય વિસ્તાર હતો, એટલે તેઓ એ સમયે સ્થાનીય માન્યતાઓ અનુસાર, એક સ્થાનીય ઓઝા પાસે સલાહ લેવા માટે લઈને ગયા. ઓઝાએ ઘણા ઝાડ-ફૂંક અને અનુષ્ઠાન કર્યા પણ કોઈ ફાયદો થયો નહીં. પેટનો આકાર સતત વધતો જ રહ્યો. લાચાર માતા-પિતા તેને કોઈ ડોક્ટર પાસે તપાસ કરાવવા માટે નજીકના પિસ્કો શહેરના એક હોસ્પિટલ લઇ ગયા. શરૂમાં બધાએ જ એ વિચાર્યું કે તેના પેટમાં ગાંઠ હતી, પરંતુ ડોક્ટર તેના પરીક્ષણ બાદ એ નિર્ણય પર પહોંચ્યા કે એ સાત મહિના ગર્ભવતી હતી. ડૉ. જેરાર્ડો લોજાદાએ લીનાની ગર્ભાવસ્થાની પુષ્ટિ માટે તેને અન્ય નિષ્ણાતોને બતાવવા માટે તેને લીમા લઈ ગયા. ત્યાં પર પણ તેના ગર્ભવતી હોવાની પુષ્ટિ થઇ. આખરે 14 મે 1939ના રોજ, મદીનાએ સિઝેરિયન દ્વારા એક બાળકને જન્મ આપ્યો, કારણ કે સામાન્ય પ્રસુતિ માટે તેના ગર્ભાશયનો આકાર ખૂબ જ નાનો હોવાને કારણે સંભવ ન હતું. ઓપરેશન ડૉ. જેરાર્ડો લોજાદાએ અને ડૉ. બુસાલિઉ દ્વારા કરવામાં આવી હતી.

માત્ર અઢી વર્ષમાં જ થઇ હતી પિરિયડમાં – લીનાની વાત એ સમયે વિસ્તારમાં એ સમયના મેડિકલ જર્નલમાં પ્રકાશિત થઇ હતી, જેના અનુસાર, લીનાને માત્ર અઢી વર્ષની ઉંમરમાં જ પિરિયડ આવવા શરુ થઇ ગયા હતા, 4 વર્ષની ઉમર સુધીમાં તેના સ્તનોનો સંપૂર્ણ વિકાસ થઇ ચુક્યો હતો. પાંચ વર્ષની ઉમર સુધીમાં તેની કોખ પહોળી થવા લાગી અને અસ્થિ પરિપક્વ પણ ઘણા હદે થઇ ચુકી હતી. જ્યારે બાળક માટે ડોક્ટરોએ તેનું ઓપરેશન કર્યું હતું ત્યારે તેમને જાણવા મળ્યું કે તેને શરીરની અંદર પ્રજનન અંગોનો સંપૂર્ણ વિકાસ થઇ ચુક્યો હતો.

લીનાના દીકરાનું નામ ડૉ. જેરાર્ડોના નામ પર જેરાર્ડો રાખવામાં આવ્યું હતું. જન્મના સમયે જેરાર્ડોનું વજન 2.7 કિલો હતું. બાળપણમાં જેરાર્ડોનો ઉછેર લીનાએ એક ભાઈ તરીકે કર્યો હતો, પરંતુ જયારે તે 10 વર્ષનો થયો તો એને આ વાતની જાણ થઇ કે મદીના તેની મા હતી. 1979માં જેરાર્ડોનું 40 વર્ષની ઉંમરે એક અસ્થિમજ્જા રોગના કારણે મૃત્યુ થયું. યુવાવસ્થામાં, લીનાએ ડૉ. જેરાર્ડો લોજાદાના લીમા સ્થિત ક્લિનિકમાં એક સચિવના રૂપમાં કામ કર્યું, જેમને લીના અને તેના દીકરાને શિક્ષણ અપાવવામાં ખૂબ જ મદદ કરી હતી. પછી લીનાએ રાઉલ જુરાદો સાથે લગ્ન કર્યા જે 1972માં જન્મેલા તેના બીજા દીકરાના પિતા બન્યા. 2002 સુધી આ દંપતી લીમાના એક ગરીબ વિસ્તાર ‘શિકાગો ચીકો’માં રહેતા હતા. લીનાએ આ વિશે ક્યારેય કોઈ ઇન્ટરવ્યૂ નથી આપ્યા, અહીં સુધી કે 2002માં લીનાએ લેખકોને મળવાની પણ ના પડી દીધી હતી. બાળકના પિતા વિશે ક્યારેય ખબર ન પડી –

લીનાએ ક્યારેય પણ પોતાના બાળકના પિતાનું નામ અને એ પરિસ્થિતિઓ વિશે ખુલાસો ન કર્યો કે જેમાં તે ગર્ભવતી થઇ હતી. ડૉ. એસ્કોમેલ અનુસાર, ખુદ લીનાને પણ આ વાત સારી રીતે ખબર ન હતી. જેરાર્ડો એ લીનાની ગર્ભાવસ્થા વિશે ખબર પડવા પર પોલીસને જાણ કરી અને લીનાના પિતાને ખરાબ કામની શંકા પર પકડયા પરંતુ પછી પુરાવાના અભાવે તેમને છોડી મુકવામાં આવ્યા હતા. એ પછી તેના 11 વર્ષીય મંદબુદ્ધિ ભાઈને પકડવામાં આવ્યો પરંતુ તેને પણ પુરાવાઓના અભાવે છોડી મુકવામાં આવ્યો હતો. આ મામલે સમીક્ષામાં છપાયેલા એક 1955 લેખ અનુસાર, ‘કેટલાક એન્ડિયન ગામોમાં જેમાંથી એક લિનાનું ગામ પણ હતું, મોટેભાગે ઉત્સવો મનાવવામાં આવતા હતા અને આ ઉત્સવોના અંતમાં સામુહિક રીતે સંબંધો બનાવવામાં આવતા હતા અને એ દરમ્યાન ઘણી છોકરીઓ સાથે ખરાબ કામ પણ કરવામાં આવતો હતો, બની શકે કે એવા જ કોઈ ઉત્સવમાં લીના સાથે પણ સંબંધ બંધાયો હોય.’ પરંતુ આ બાબતની પણ ડોક્ટરોએ કોઈ પુષ્ટિ કરી નથી.