ખબર

બ્રેકીંગ ન્યુઝ: WHO ચીફે આપી દીધી દુનિયાને ચેતવણી, કોરોના હવે તો…

હાલ કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. વિશ્વમાં લોકોની 25 લાખ પહોંચવા આવી છે. દરરોજ કોરોનના કેસમાં વધારો થતો જાય છે. અત્યાર સુધી દુનિયાભરમાં આ જીવલેણ બીમારીને કારણે 1.66 લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોનાને લઈને વધુ એક ચિંતાના સમાચાર આવી ગયા છે.

Image Source

વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના પ્રમુખે ચેતવણી આપી છે કે, કોરોના વાયરસ સાથે જોડાયેલું સંકટવધુ ભયંકર રૂપ બની શકે છે. આ સાથે જ આ સમયમાં દુનિયાને સચેત રહેવા માટે પણ કહ્યું છે. હાલ જયારે અમુક દેશોએ લોકડાઉનમાં છૂટછાટ આપવાનું શરૂ કરી દીધું છે. ત્યારે જણાવ્યું હતું કે, આ વાયરસ હજુ વધુ ગંભીર રૂપ લેશે.

Image Source

આ સાથે જ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આફ્રિકન દેશમાં કોરોનનું સંક્ર્મણ ફેલાશે તો સ્વાસ્થ્ય વધુ ખરાંબ થઇ શકે છે. આ સાથે જ ટેડ્રોસે કોરોના વાયરસ સંક્રમણની તુલના 1918ના સ્પેનિશ ફ્લૂ સાથે કરી છે. 1918માં સ્પેનિશ ફલૂથી એક કરોડની આસપાસ લોકોનાં મોત થયા હતા.

વધુમાં કહ્યું હતું કે, હવે આપણી પાસે હવે ટેક્નોલૉજી હોય જેનાથી આપણે આ મહામારીને રોકી શકીએ છીએ. અમારા પર વિશ્વાસ કરો, હજુ વધુ ભયંકર સ્વરૂપ જોવા મળશે. ચાલો આ મહામારીને રોકીએ. આ વાયરસને ઘણા લોકો હજુ પણ સમજતા નથી.

Image Source

WHOની તરફથી એવી ચેતવણી જ્યારે અમેરિકાએ તેના પર કોરોના વાયરસથી નિપટવામાં જવાબદારીનું પાલન ન કરવાનો આરોપ લગાવતા ફન્ડિંગ રોકી દીધી છે.

Image source

વધુમાં કહ્યું હતું કે, WHO શરૂઆતથી જ કોરોના વાયરસને લઈને ચેતવણી આપતું રહ્યું છે. પહેલા જ દિવસથી ચેતવણી આપી રહ્યા છીએ કે આ એવોવાયરસ છે જેની સામે આપણે સૌએ સાથે મળી લડવાનું છે.
ડ્રોસે કહ્યું કે, કોરોના વાયરસના સંદર્ભમાં અમેરિકાના અધિકારીઓની હાજરીમાં તેઓએ કહ્યું કેપહેલા દિવસથી જ અમેરિકા સાથે કંઈ પણ છુપાવ્યું નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.