ખબર

કોરોના સામેની વૈશ્વિક લડાઈમાં WHOએ માન્યો પ્રધાનમંત્રી મોદીનો આભાર, કહ્યું: “આ મુશ્કેલીના સમયમાં….”

છેલ્લા એક વર્ષથી દુનિયાભરના દેશો કોરોના વાયરસ સામે લડત લડી રહ્યા છે, થોડા સમય પહેલા કોરોના વેકસીની શરૂઆત ભારતની અંદર કરી દેવામાં આવી છે ત્યારે આ દરમિયાન  WHO દ્વારા પણ ભારતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

WHOના પ્રમુખ ટેડ્રોસ અધનોમ દ્વારા એક ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે, “વૈશ્વિક કોવિડ-19ની લડાઈમાં સતત સમર્થન માટે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર. આ મુશ્કેલીના સમયમાં આપણે સાથે મળી અને આગળ વધીએ અને પોતાની જાણકારી શેર કરીએ તો આ જીવલેણ વાયરસને રોકી શકાશે અને લોકોના જીવન પણ બચાવી શકાશે.”

તો બીજી તરફ બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનોરાએ પણ પોતાના ટ્વીટર ઉપર એક હનુમાનજીની જડીબુટ્ટી લઇ જતી તસ્વીર શેર કરી અને ભારતનો આભાર માન્યો છે. તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવેલી આ તસ્વીર ખુબ જ ચર્ચામાં જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે ભારતે બ્રાઝિલને કોરોના વેક્સિનના 20 લાખ ડોઝ મોકલ્યા હતા. જેના બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ પણ ખુબ જ ખુશ છે અને તેમને પણ ટ્વીટ દ્વારા ભારતનો આભાર વ્યક્ત કર્યો છે.