ખબર

કોરોનાની જે માહિતી અત્યાર સુધી આપણી પાસે હતી, એ હવે WHO ને પણ ખબર પડી ગઈ

ભારતની અંદર સતત વધી રહેલા કોરોના સંક્રમણને જોતા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. WHOના પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું કે ભારતમાં આંકડા ચિંતાજનક છે અને સરકારે સાચા આંકડા દર્શાવવા જોઈએ.

સૌમ્યા સ્વામિનાથને કહ્યુ કે “આ સમયે સ્થિતિ બહું ચિંતાજનક છે. ભારત અને દક્ષિણ એશિયાના બીજા દેશોમાં રોજના સંક્રમણના કેસ અને મોતોની સંખ્યા ચિંતાનો વિષય છે. તમામ દેશોએ ઓછા આંકડા દર્શાવ્યા છે. હકિકતમાં સંખ્યા કંઈક અલગ છે. સરકારે સાચા આંકડા દર્શાવવા જોઈએ.”

ન્યુઝ એજન્સી એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સ્વામીનાથને કહ્યુ હતું કે “ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવાલ્યૂશ(આઈએચએમઈ)ના ઓગસ્ટ સુધી 10 લાખ લોકોના મોતનો અંદાજો હાલના આંકડાના આધારે વ્યક્ત કરવામા આવે છે. જેમાં આગળ જતા ફેરફાર પણ થઈ શકે છે.