ખબર

એમિક્રોન કોરોનાને લઈને WHOનું આવ્યું મોટું ડરામણું નિવેદન, જાણો વિગત

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે “આ વેરિએન્ટ ઓછામાં ઓછા 23 દેશોમાં ફેલાયો છે અને અન્ય દેશોને તેની અસર થવાની સંભાવના છે. ડબ્લ્યુએચઓ ચીફ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે બુધવારે જણાવ્યું હતું કે “ઓમિક્રોન ડબ્લ્યુએચઓના છ માંથી પાંચ પ્રદેશોમાં ઓછામાં ઓછા 23 દેશોમાં ફેલાઈ ગયો છે.” તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે ઓમિક્રોન વેરિઅન્ટ હવે વધુ દેશોમાં ફેલાશે.

કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. ઘણા આરોગ્ય નિષ્ણાતોએ ઓમિક્રોનને ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઘાતક ગણાવ્યું છે. ઓમિક્રોનના કારણે વિશ્વના ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકાની મુસાફરી મર્યાદિત કરી છે. કોવિડનો આ પ્રકાર એવા લોકોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેમણે રસી લીધી છે. WHOનું કહેવું છે કે આનાથી સંક્રમણ વધવાનું જોખમ વધારે છે.

દક્ષિણ આફ્રિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ (NICD)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એડ્રિયન પૂરને જણાવ્યું હતું કે, “અમને નહોતું લાગતું કે તે ડેલ્ટા વેરિઅન્ટને પાછળ છોડી દેશે.” સંભવતઃ ટ્રાન્સમિશનના સંદર્ભમાં તે એક વિશિષ્ટ વેરિએન્ટ છે. ઓમિક્રોન વિશે ઘણી જાણકારી હજુ નથી, જેમ કે તે કેટલો ચેપી છે, તે રસીઓથી ચકમો આપી શકે છે વગેરે.”

ઓમિક્રોન વેરિઅન્ટે સાઉદી અરેબિયામાં પણ દસ્તક આપી છે. ગલ્ફ દેશમાં આ પ્રકારનો પ્રથમ કેસ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણો દેખાયા હતા તે થોડા દિવસો પહેલા ઉત્તર આફ્રિકાથી પરત ફર્યા હતા. ચેપગ્રસ્ત વ્યક્તિને કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. તે જ સમયે, તેના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.