ખબર

WHOના ચીફે કોરોનાને લઈને કર્યો મોટો ઘટસ્ફોટ, કહી આ મોટી વાત… “કોરોના વેક્સીન આવશે તો પણ….”

WHOના ચીફે ફરી કર્યો મોટો ધડાકો, પુરી વાત જાણીને ભલભલા થથરી જશે

કોરોના વાયરસના ફેયાલે એક વર્ષ જેટલો સમય થવા આવી ગયો. દુનિયાના મોટાભાગના દેશો આ વાયરસના પ્રકોપનો સામનો કરી રહ્યા છે, દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોના વેક્સીન શોધવામાં લાગ્યા છે, આટલો સમય વીતતો હોવા છતાં પણ હજુ કોઈ સકારાત્મક પરિણામો મળ્યા નથી. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા અવાર નવાર નિવેદન પણ આપવામાં આવે છે અને ચેતવણી પણ બહાર પાડવામાં આવે છે.

Image Source

હવે WHOના ચીફ ટેડ્રોસ એડહાનોમે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો કોરોના વેક્સીન બનાવવામાં આવે તો પણ, ફક્ત વેક્સીનથી રોગચાળાને સમાપ્ત કરી શકાશે નહીં. તેમને એમ પણ જણાવ્યું કે ભલે કોરોનાની સફળ વેક્સીન બનાવી લેવામાં આવેશે તો પણ રોગચાળાને સંપૂર્ણ પણે ખતમ કરી શકાશે નહીં.

Image Source

ટેડ્રોસે જણાવ્યું હતું કે કોરોના વેક્સીન આવી ગયા બાદ પણ સંક્ર્મણ ફેલાવવાનો ખતરો રહેલો છે. વેક્સીન આવ્યા પછી પણ જો કોઈનામાં લક્ષણો દેખાશે તો તેને નિદાન કરાવવું પડશે. અને તેમને અલગ પણ પાડવા પડશે.

Image Source

કોરોના વેક્સીનના આવવાના સંકેતોને લઈને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે ડિસેમ્બર સુધીમાં ભારતને યુકેની દવા મળી જશે.