ખબર

WHOના પ્રમુખની નવી ચેતવણી, દુનિયાએ આગલી મહામારી માટે…જલ્દી વાંચો

હાલ આખી દુનિયા કોરોના જેવી મહામારી સામે લડી રહી છે. દુનિયાભરની અર્થવ્યવસ્થા પણ ખાડે ગઈ છે. આ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે.

Image source

વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા ચેતવણી આપી છે કે, દુનિયાએ માટે તૈયાર રહેવું પડશે. ડબ્લ્યુએચઓનાં પ્રમુખ ટેડ્રોસ અધાનામ ગ્રેબેસિઅસે સોમવારે કહ્યું હતું કે, આગામી રોગચાળા માટે દુનિયાને સારી રીતે તૈયાર રહેવું પડશે. દેશોને જાહેર આરોગ્યમાં રોકાણ કરવા હાકલ કરી હતી.

Image source

ચીનના વુહાન શહેરમાં ડિસેમ્બર 2019 માં પહેલો કોરોના વાયરસનો કિસ્સો સામે આવ્યો ત્યારબાદ વિશ્વમાં અત્યાર સુધીમાં 2.7 કરોડ લોકો આ વાયરસથી પ્રભાવિત થયા છે. વિશ્વમાં કોરોનાથી 8,88,326 લોકો મૃત્યુ પામ્યા છે.

ડબ્લ્યુએચઓનાં જીનીવા સ્થિત મુખ્ય મથકમાં એક ન્યુઝ બ્રિફીંગ દરમિયાન ટ્રેડોસ જણાવ્યું હતું કે, આ છેલ્લી મહામારી નથી. ઇતિહાસે આપણને શીખવ્યું છે પ્રકોપ અને મહામારી જીવનનું એક તથ્ય છે. પરંતુ જ્યારે આગામી મહામારી આવશે તો દુનિયાએ તૈયાર રહેવું પડશે. આ સમય કરતા વધુ તૈયાર રહેવું પડશે.

Image source

આ પહેલા ઓગસ્ટની શરૂઆતમાં વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વાયરસને લઈને એક ચેતવણી આપી હતી જેમાં સંગઠને કહ્યું હતું કે, કોરોના વાયરસ લાંબા સમય સુધી રહી શકે છે.

ડબ્લ્યુએચઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સમિતિએ કોવિડ -19 રોગચાળાની લાંબા ગાળાની આગાહી કરી છે. કોરોના વાયરસ આવ્યાને સાત મહિના જેટલો સમય થયો છે. આ દરમિયાન સમિતિએ કોરોના વાયરસના જોખમનું મૂલ્યાંકન કરવા માટે ચાર વાર બેઠક કરી છે. આ બેઠક પછી વિશ્વ આરોગ્ય સંગઠને વૈશ્વિક સ્તરે કોવિડ-19 નો ખતરો વધુ હોવાનું જાણવા મળ્યું છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.