ખબર

WHO એ આપ્યું ભયંકર અલર્ટ! કહ્યું કે કોરોના હવામાં ફેલાવાના..જાણો વિગત

હાલ વિશ્વભરમાં કોરોનાનું સંક્ર્મણ વધતું જાય છે. વિશ્વમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1 કરોડને પર થઇ ગઈ છે.  2 દિવસ પહેલા વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, હવાના કારણે કોરોના વાયરસ ફેલાઈ છે. આ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સ્વીકાર્યું છે.

Image source

32 દેશોના 239 વિજ્ઞાનીઓએ કોરોના ના સંક્રમણને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિજ્ઞાનીઓએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પત્ર લખીને જણાવ્યું છે કે, હવામાં તરતાં નાના કણો દ્વારા લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે. આ સાથે વૈજ્ઞાનિકોએ પણ જણાવ્યું છે કે WHO આ અંગે ગંભીર નથી. તેણે પોતાની ગાઈડલાઈનમાં આ અંગે કોઈ જ જાણકારી આપી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાને તેની ભલામણોમાં સુધારો કરવા જણાવ્યું છે.

Image source

આ પત્રને સંશોધકો સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત કરવાની યોજના ધરાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દાવો કર્યો હતો કે, જ્યારે કોરોનાનો દર્દી કફ કાઢે કે છીંકે ત્યારે જે ટીપાં પડે તેમાંથી કોરોના વાઇરસનો ચેપ લાગે છે. બીજી તરફ અમુક વિજ્ઞાાનીઓ એમ માને છે કે કોરોના વાઇરસનો ચેપ હવામાં તરતાં કણો દ્વારા લાગે છે. એટલે કે તેનો ચેપ હવા દ્વારા કોઇને પણ લાગી શકે છે.

Image source

આ બાદ WHOની બેનેદેત્તા આલ્લેગ્રાંજીએ જણાવ્યું હતું કે, ભીડભાડવાળા સ્થળો, જાહેર સ્થળો, ઓછી હવાવાળા અને બંધ સ્થળો પર કોરોના વાયરસના ફેલાવવાની આશંકાથી ઇન્કાર કરી શકાય એમ નથી. આ રીતે ફેલાઈ છે તેના પુરાવાઓને એકત્ર કરવા અને સમજવાની જરૂર છે. અમે આ કામ ચાલુ રાખીશું. તેઓએ કહ્યું કે કોરોના વાયરસના હવાના માધ્યમથી ફેલાવાના પુરાવા તો મળી રહ્યા છે પરંતુ હજુ તે સાબિત થઇ શક્યા નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.