ખબર

લ્યો બોલો, ફરી બદલાઈ ગયા અમેરિકાના સુર, એવું પગલું ભર્યું કે ચાહકો થઇ ગયા નિરાશ

કોરોના વાયરસનો ખતરો અમેરિકામાં અત્યારે સૌથી વધુ જોવા મળી રહ્યો છે ત્યારે થોડા સમય પહેલા અમેરિકાએ ભારત પાસે મેલેરિયામાં ઉપયોગમાં આવતી દવા હાઇડ્રોક્સીકલોરોક્વિન દવાની માંગણી કરી હતી અને ભારતે અમેરિકાને આ દવાનો જથ્થો મોકલી આપ્યો હતો ત્યારે અમેરિકાના વ્હાઇટ હાઉસ દ્વારા પ્રધાનમંત્રી મોદીને ટ્વીટર ઉપર ફોલો કરવામાં આવ્યા હતા.

Image Source

આ સાથે ભારતના બીજા 6 ટ્વીટર હેન્ડલને પણ વ્હાઇટ હાઉસ દ્વારા ફોલો કરવામાં આવ્યા હતા, પરંતુ હવે એ જરૂરિયાત પૂર્ણ થઇ જતા વ્હાઇટ હાઉસ દ્વારા એ તમામ ટ્વીટર એકાઉન્ટને અનફોલો કરી દેવામાં આવ્યા છે.

Image Source

નોંધનીય છે કે ભારતે હાઇડ્રોક્સીફ્લોક્વિન દવાનો મોટો જથ્થો અમેરિકાને મોકલી હતી ના માત્ર અમેરિકા પરંતુ દુનિયાના ઘણા દેશોને ભારતે મદદ કરી હતી, અને અમેરિકાને કરેલી આ મદદના બદલામાં 10 એપ્રિલનકએ રોજ પ્રધાનમંત્રી મોદી સહીત 6 ટ્વીટર એકાઉન્ટને ફોલો કરવામાં આવ્યા હતા, પરંતુ હવે 19 દિવસ બાદ એવું લાગી રહ્યું છે કે  જરૂરિયાત સંતોષાઈ જતા આ એકાઉન્ટને ટ્વીટર ઉપરથી અનફોલો કરી દેવામાં આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.