નાની ઉંમરે વાળ થઇ જાય છે સફેદ, તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર- થોડા દિવસમાં જોવા મળશે પરિણામ

0

આજકાલ લોકોની ફાસ્ટ લાઈફ, માનસિક તનાવ જંક ફૂડ અને દવાઓના કારણે નાની ઉંમરમાં જ ઘણા લોકોના વાળ સફેદ થઇ જાય છે. આજે બધા લોકો ઇચ્છતા હોય છે કે, તેના વાળ, કાળા લાંબા અને ચમકદાર હોય. ત્યારે સફેદ વાળને કારણે સંકોચ લાગે છે. આજે સફેદ વાળથી બચવા માટે ઘણા લોકો રસાયણનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે વાળ કાળા થવાની બદલે વધારે સફેદ થઇ જાય છે.

Image Source

વાળ સફેદ થવાના ઘણા કારણો છે. આપણા બધાના વાળમાં મેલેનીન નામનું પીગ્મેન્ટ મળે છે. ઉંમર વધવાની સાથે મેલનિન બનવાનું ઓછું થઇ જાય છે. જેના કારણે વાળ સફેદ થવા લાગે છે. ઘણા લોકોને નાની ઉંમરમાં જ મેલનિન બનવાનું ઓછું થઇ જાય છે. આ સ્થિતિમાં વાળ સફેદ થવા લાગે છે.

વાળ સફેદ થવાનું મુખ્ય કારણ ધૂમપ્રાન, વધુ પડતો દારૂ પીવો, જંક ફૂડ ખાવાથી મેલનિન બનવાનું જલ્દી જ પ્રભાવિત થઇ જાય છે. વાળને સફેદ થતા અટકાવવા માટે લોકો ઘણા ઉપાયો કરતા હોય છે પરંતુ કોઈ પણ ઉપાય સફળ નથી થતા. ત્યારે વાળ કાળા થવાને બદલે સફેદ થવા લાગે છે.

Image Source

આજે અમે તમને ઘરગથ્થુ ઉપાય બતાવીશું જેનાથી વાળ સફેદ થતા અટકે છે.

સૌ પ્રથમ આદુને વાટીને મધ સાથે મિક્સ કરો. આ ઉપાયને અઠવાડીયામાં ઓછામાં ઓછું 2 વાર નિયમિત રૂપે વાળમાં લગાવો. આ પ્રયોગ કરવાથી ધીમે-ધીમે વાળ સફેદ થવાના ઓછા થવા લાગે છે.

વાળને સફેદ થતા રોકવા માટે અન્ય એક ઉપાય છે. આ ઉપાયમાં 1/2 કપ નારિયેળનું અથવા જૈતૂનનું તેલ હૂંફાળું ગરમ કરો. આ તેલમાં 4 ગ્રામ કપૂર મિક્સ કરો. કપૂર પુરી રીતે મિક્સ થયા બાદ આ તેલથી માલિશ કરો. આ માલિશ અઠવાડીયામાં 2 વાર કરવાથી ફાયદો થાય છે.

Image Source

વાળને કાળા રાખવા માટે દૂધીને સૂકવીને નારિયેળ તેલમાં ઉકાળી લો. આ તેલને ગાળીને બોટલ ભરી લો. આ તેલના મસાજ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગશે.

વાળને કાળા કરવા માટે દહીં પણ અકસીર ઈલાજ છે. દહીંને ટમેટા સાથે પીસી લો. તેમાં થોડું લીંબુ રસ અને નીલગીરી ઉમેરો. આ પ્રયોગથી અઠવાડિયામાં 2 વાર માલિશ કરો. આ ઉપાય કરવાથી વાળ લાંબી ઉંમર સુધી ઘાટા અને કાળા રહેશે.

આંબલામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. આંબળાના સેવનથી વાળ કાળા થાય છે. સૂકા આંબળાને પાણીમાં ઉકાળો. આ પાણીને એટલુ ઉકાળો કે તે અડધું થઇ જાય. જેમાં મહેંદી અને લીંબુનો રસ ઉમેરી વાળા પર લગાવો. માનવામાં આવે છે કે, આ પ્રયોગ કરવાથી સફેદ થતા વાળ અટકી જાય છે.

Image Source

મહેંદી અને મેથીની પેસ્ટ બનાવી લો. આ મિશ્રણમાં થોડી છાસ અથવા નારિયેળ તેલ ઉમેરો. આ ઉપાય સફેદ વાળ માટે બહુજ ફાયદેમંદ રહેશે.

વાળમાં કોઈ પણ પ્રયોગ કરવાથી તે પ્રયોગનો ત્યાર જ ફાયદો થશે જયારે તમે પોષ્ટીક આહાર લેતા હોય.ઘણી વાર પોષ્ટીક આહારની ખામીના કારણે પણ વાળ સફેદ થઇ જાય છે.

ડુંગળીના ટુકડાને સારી રીતે મિક્સરમાં પીસી લો. ત્યારબાદ તેનો રસ સ્કેલ્પ પર લગાવી મસાજ કરો. અઠવાડિયામાં 2 વાર પ્રયોગ કરવાથી ફાયદો થશે.

Image Source

વાળમાં નિયમિત રૂપે તેલ લગાવવું જરૂરી છે, નારીયેલ તેલ અને બદામ તેલને મિક્સ કરી લગાવવાથી ફાયદો થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here