ખબર

કોરોનાના કહેર વચ્ચે “બ્લેક ફંગસ” પછી વ્હાઇટ ફંગસે મારી એન્ટ્રી, અહીંયા 4 કેસ નોંધાઈ ગયા

બ્લેક ફંગસ પછી હવે વ્હાઇટ ફંગસનો ખૌફ, જાણો આ શરીર પર કેવી રીતે કરે છે હુમલો

કોરોના વાયરસ મહામારી વચ્ચે બિહારમાં આ દિવસોમાં બ્લેક ફંગસના મામલા ઝડપથી વધી રહ્યા છે. આ વચ્ચે હવે વ્હાઇટ ફંગસના મામલા મળવાથી હવે હડકંપ મચી ગયો છે.

બિહારની રાજધાની પટનામાં વ્હાઇટ ફંગસના ચાર દર્દીઓ સામે આવ્યા છે. સંક્રમિત દર્દીઓમાં પટનાના એક ફેમસ સ્પેશલિસ્ટ પણ સામેલ છે. PMCHના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેંટના હેડ ડોક્ટર એસએન સિંહે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે, ચાર દર્દીઓમાં કોરોના જેવા લક્ષણો દેખાઇ રહ્યા હતા પરંતુ તે કોરોના ન હતો તેમના ટેસ્ટ પણ નેગેટિવ આવી રહ્યા હતા. ટેસ્ટ કરાવવા પર આ વાતનો ખુલાસો થયો કે તે વ્હાઇટ ફંગસથી સંક્રમિત છે.

ડોકટર્સનું કહેવુ છે કે, જો એચઆરસીટીમાં કોરોનાના લક્ષણ દેખાય છે તો વ્હાઇટ ફંગસની જાણ કરવા માટે બલગમ કલ્ટરની તપાસ જરૂરી છે. તેમણે જણાવ્યુ કે, વ્હાઇટ ફંગસનું કારણ પણ બ્લેક ફંગસની જેમ ઇમ્યુનિટી ઓછી હોવાનુ છએ. તેમજ તેનો ખતરો વધુ ડાયાબિટિસના દર્દીઓને છે. કાં તો પછી લાંબા સમયથી સ્ટેરોયડ દવાઓ લઇ રહ્યા છે તેનો છે.

તમને જણાવી દઇએ કે, આ બીમારી બ્લેક ફંગસ કરતા પણ વધારે ખતરનાક જણાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, વ્હાઇટ ફંગસથી પણ કોરોનાની જેમ ફેફસા સંક્રમિત થાય છે. ત્યાં શરીરના બીજા અંગ જેમ કે નખ, પેટ, સ્કિન, કિડની, બ્રેન, પ્રાઇવેટ પાર્ટ્સ અને મોંના અંદર પણ સંક્રમણ ફેલાય છે.