ખબર

દરિયા કિનારે વડાપ્રધાન મોદીના એક હાથમાં કચરો હતો પરંતુ બીજા હાથમાં શું હતું? જાણો આ વસ્તુ વિશે દંગ રહી જશો

સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરનારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાતે જ આ અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું છે. મોદીજીએ શનિવારની સવારે મહાબલિપુરમના દરિયા કિનારા પર સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું, સાથે જ લોકોને સાફ-સફાઈ પ્રતિ જાગૃત રહેવાનો સંદેશ પણ આપ્યો હતો.

જણાવી દઈએ કે, મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવા માટે ગયા હતા. બંન્ને વચ્ચે શુક્રવારની સાંજે મિટિંગ થઇ હતી. રાતે જમવાના સમયે મોદીજી એને જિનપિંગ વચ્ચે અઢી કલાક જેટલી ચર્ચા ચાલી હતી. આ મિટિંગમાં આતંકવાદ, વ્યાપારિક સંતુલન વગેરે વિશે ચર્ચા કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

After today morning’s plogging exercise at #Mamallapuram. Let’s keep working to keep India clean. #SwachhBharat

A post shared by Narendra Modi (@narendramodi) on

આ સિવાય મોદીએ જિનપિંગને ચેન્નાઇથી 60 કિલોમીટર દૂર સ્થિત પ્રસિદ્ધ મૂર્તિકલા શહેર મહાબલીપુરમના ત્રણ મહત્વપૂર્ણ સ્મારકોની વાસ્તુકલા અને મહત્વ વિશે પણ વિસ્તારથી માહિતગાર કર્યા હતા.

 

View this post on Instagram

 

Refreshing walk and exercises in Mamallapuram, along the scenic coast earlier this morning

A post shared by Narendra Modi (@narendramodi) on

પીએમ મોદીએ પોતાનો સફાઈ કરતો વીડિયો ટ્વીટ કર્યો હતો, આ વીડિયો અને તસ્વીરો જોયા પછી લોકોએ વડાપ્રધાન મોદીને પૂછ્યું કે તેમને બીજા હાથમાં દંડા જેવું શું છે?? તેઓ એક હાથે કચરો ઉઠાવતા હતા અને તેમને બીજા હાથમાં કંઈક વસ્તુ પકડેલી હતી જે લોકોને આકર્ષિત કરી રહી હતી. પીએમ મોદીએ આ વાતનો જવાબ આપતા ટ્વીટકર્યું હતું।

ટ્વીટમાં તેમને જણાવ્યું કે, “કાલે તમારામાંથી કેટલાક લોકોએ મને પૂછી રહ્યા છે કે મહાબલિપુરમના દરિયા કિનારા પ્લોગિંગ કરતા સમયે મારા હાથમાં શું હતું. તે એક એક્યુપ્રેશર રોલ છે જેને હું કાયમ ઉપયોગ કરું છું, તે મને ખુબ જ ઉપયોગી સાબિત થયો છે.”

તેમને આ એક્યુપ્રેશર રોલની એક તસ્વીર પણ શેર કરી છે જેમાં તેઓ દરિયા કિનારે એક્યુપ્રેશર રોલ લઈને ઉભા છે. પ્લોગિંગની સાથે સાથે તેમને એક્યુપ્રેશર રોલનો પણ ઉપયોગ કરતા હતા. તેનાથી મોદીજી સંદેશ આપવા માંગતા હતા કે સાફ સફાઈની સાથે તંદુરસ્તી પણ જરૂરી છે અને સાફ સફાઈ કરતા સમયે તંદુરસ્તી પર પણ ધ્યાન આપી શકાય છે. અને આવું કરવું ખુબ જ સરળ છે.

એક્યુપ્રેશરનો સિદ્ધાંત એવા છે કે શરીરના બધા જ અંગ હથળી અને પગના પંજાના કોઈ ખાસ પોઇન્ટ સાથે જોડાયેલા હોય છે જો આ પોઇન્ટને ઉર્જા આપવામાં આવે તો આપણે કેટલીક બીમારીઓથી બચી શકીએ છીએ. જયારે તમે બંને હાથની વચ્ચે અથવા પગ નીચે એક્યુપ્રેશર રોલનો ઉપયોગ કરો છે ત્યારે આ ખાસ પોઇન્ટ એક્ટિવ થાય છે અને શરીરના અલગ અલગ ભાગમાં ઉર્જાનું પરિવહન વધારે છે આ થેરાપીથી લોહીનું પરિભમણ પણ વધારવામાં મદદ કરે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.