જ્યોતિષ શાસ્ત્ર

શનિદેવ આ રાશિના છે શત્રુ, આ રાશિના છે મિત્ર તો આ રાશિના છે સ્વામી ગ્રહ, જાણો શનિદેવ વિષે

મનુષ્યના સફળતા અને નિષ્ફ્ળતાનો આધાર તેના રાશિ અને ગ્રહ પર હોય છે. ઘણી કાર રાશિના કારણે તો ઘણી વાર ગ્રહને કારણે મનુષ્ય હેરાન-પરેશાન થતો હોય છે. બધા જ ગ્રહોમાં શનિ ગ્રહની ગણના શક્તિશાળી ગ્રહ તરીકે થાય છે. સામાન્ય રીતે શનિ ગ્રહનું કુંડળીમાં નામ લેતા જ ડરની સ્થિતિ પેદા થઇ જાય છે.

લોકોને શનિની સાડાસાતી, શનિ ઢૈયા અને પનોતી જેવા શબ્દો લોકોને વધુ ભયભીત કરે છે. પરંતુ જેવું ઘણો લોકો સમજતા હ્યો છે તેવું કશું જ હોતું નથી. શનિગ્રહ જ્યોતિષ શાસ્ત્રમાં શનિ અને એક ક્રૂર અથવા પાપી ગ્રહ જરૂર છે. શનિ દેવા આપણા કર્મ મુજબ ફળ આપે છે.

Image Source

જો કોઈ મનુષ્ય સારું ફળ આપે છે. તો શનીદેવ તેને સારું ફળ આપે છે. જો મનુષ્ય ખરાબ કામ કરે છે તો શનિ મહારાજ દંડિત જરૂર કરે છે. આ કારણે શનિદેવને કર્મફળદાતા કહેવામાં આવે છે.

શનિની રાશિ:

શનિ ગ્રહ રાશિ ચક્રના 2 રાશિઓના માલિક છે. આ બે રાશિઓમાં મકર અને કુંભ.આ બંને રાશિઓના જાતક શનિ ગ્રહથી વધુ પ્રભાવિત થાય છે. જયારે શનિ ગ્રહની ઉચ્ચ રાશિ તુલા છે. જયારે નીચ ભાવમાં મેષ રાશિનો સમાવેશ થાય છે.

Image Source

શનિ ગ્રહ જ્યોતિષમાં
જ્યોતિષ શાસ્ત્રમાં શનિ નવ ગ્રહમાંથી સાતમો ગ્રહ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિ ગ્રહને આયુષ્ય, ગ્રહ, દુઃખ, પીડા, વિજ્ઞાન, ટેક્નિક, લોખંડ, ખનીજ, તેલ, કર્મચારી અને જેલનું વાહક માનવામાં આવે છે. શનિની ચાલ સૌથી ધીમી ચાલ છે. જણાવી દઈએ કે, શનિના ગોચરનો સમય અઢી વર્ષનો હોય છે. મતલબ કે શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં જવાનો સમય અઢી વર્ષનો છે, શનિ લગભગ બધી રાશિઓમાં તેની ઢૈયા અને સાડા સાતી, ગોચર, માર્ગી અને વક્રી ચાલથી પ્રભાવિત કરે છે.

Image Source

આ છે શનિનો શત્રુ ગ્રહ
સૂર્ય પુત્ર શનિના મિત્ર ગ્રહમાં બુધ અને શુક્ર આવે છે. જયારે સૂર્ય, ચંદ્ર અને મંગળ, શનિના શત્રુઓની શ્રેણીમાં આવે છે. જયારે ગુરુને સમભાવ માનવામાં આવે છે.

શનિ માટે રુદ્રાક્ષ
સાતમુખી રુદ્રાક્ષ શનિ ગ્રહની શાંતિ માટે ધારણ કરવામાં આવે છે

શનિના નક્ષત્ર
શનિ પુષ્ય, અનુરાધા અને ઉતરાભાદ્રપદ નક્ષત્રના સ્વામી હોય છે.

Image Source

જણાવી દઈએ કે, શનિ ગ્રહની શાંતિ માટે ધતુરો અર્પણ કરવામાં આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.