જ્યોતિષ શાસ્ત્ર

પિતૃઓની તસવીર ઘરમાં શું યોગ્ય જગ્યાએ લગાવેલી છે ? ઘરમાં પડતીનું કારણ પણ બની શકે છે, ખુબ જ મહત્વની જાણકારી,

આપણા કોઈ પિતૃનું જયારે આવસાન થાય ત્યારે આપણે ઘરની અંદર તેમની એક તસવીર જરૂર લગાવીએ છીએ, સાથે તેના ઉપર સુખડનો હાર પણ લગાવીએ અને અગરબત્તી પણ રોજ કરતા હોઈએ છીએ, આ એક પ્રથા છે સાથે પિતૃઓની યાદગીરી પણ છે, પરંતુ પિતૃઓની તસવીર ખોટી દિશામાં જો રાખવામાં આવે તો ઘરમાં પડતી પણ આવી શકે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પિતૃઓની તસવીર કઈ દિશામાં લગાવી શકાય અને કઈ દિશામાં ના લગાવી શકાય તેના માટેના કેટલાક નિર્દેશો આપવામાં આવ્યા છે.

Image Source

આ માહિતી ખાસ એ લોકો માટે જેમના ઘરમાં સભ્યો મહેનત કરતા હોવા છતાં પણ ઉન્નતિ ના થતી હોય ત્યારે પિતૃઓની તસવીર ખોટી દિશામાં હોવાના કારણે પણ આમ બની શકે છે તો ચાલો જાણીએ કઈ દિશામાં અને કઈ જગ્યા ઉપર તસવીર લગાવી શકાય અને ક્યાં ના લગાવી શકાય તેના વિશે.

Image Source


આ જગ્યાએ ક્યારેય ના રાખવા પિતૃઓનો ફોટો:

પૂજા ઘરમાં અથવા તો દૈવી દેવતાઓની આસપાસ ક્યારેય પિતૃઓની તસવીર ના લગાવવી જોઈએ કારણ કે દેવોનું સ્થાન ઉચ્ચ છે આમ કરવાથી દેવદોષ લાગી શકે છે અને તે અશુભ ફળોનું કારણ પણ બને છે.

પિતૃઓના ફોટા ઘરની માધ્યમ ક્યારેય ના લગાવવા જોઈએ તેનાથી મન સનમનને હાનિ થાય છે, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં પણ લગાવવાથી સંપત્તિની હાનિ થાય છે.

પિતૃઓની તસવીર ઘરમાં દરેક ઠેકાણે ના લગાવવી જોઈએ તે ખુબ જ અશુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં તણાવ પણ ઉત્પન્ન થતો જોવા મળે છે. મૃત્યુ પામેલા લોકોની તસવીર ક્યારેય કોઈ જીવિત વ્યક્તિની તસવીરની બાજુમાં પણ ના લગાવવી જોઈએ તેનાથી નકારાત્મકતા ફેલાય છે.

પૂર્વજોના ફોટાને ક્યારેય રસોઈ ઘર, શયનખંડ અને બેઠક રૂમમાં પણ ના લગાવવા જોઈએ તેનાથી તેમનું અપમાન થાય છે અને ઘરમાં તણાવ રહે છે. પિતૃઓની તસવીરને ક્યારેય લટકતી કે ઝૂલતી પણ ના રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિનું જીવન પણ લટકતું રહે છે.

Image Source

આ જગ્યાએ લગાવી શકો છો પિતૃઓની તસવીર:

કેટલાક વાસ્તુ શાસ્ત્રીઓ અનુસાર જો ઘરની અંદર પૂજા પાઠ કરવા માટેની જગ્યા ઈશાન ખૂણામાં (ઉત્તર-પૂર્વ)માં છે તો પિતૃઓની તસવીરને પૂર્વમાં લગાવવી જોઈએ, જો પૂજા સ્થળ પૂર્વ દિશામાં હોય તો તસવીરને ઈશાન ખૂનમાં પણ લગાવી શકાય છે ઓ પૂજા ઘરની જગ્યાએ તમે કોઈ બીજા ઓરડામાં તસવીર લગાવવા માંગતા હોય તો ઉત્તર દિશાની દીવાલ ઉપર લગાવી શકો છો. જેનાથી પૂર્વજોનું મુખ દક્ષિણ તરફ રહી શકે.

આમ તો પૂર્વજોની તસવીરને તમે  ઘરની દક્ષિણ દિશાની દિવાલ ઉપર લગાવવી જોઈએ, તમે એને ઘરનો દક્ષિણ-પશ્ચિમ ખૂણો માની શકો છો. જો તમને દક્ષિણ ખૂણો નથી મળી રહ્યો તો તમે પશ્ચિમ ખૂણામાં પણ લગાવી શકો છો. મતલબ કે તેમનું મુખ પૂર્વ અથવા ઉત્તરમાં હોવું જોઈએ.

ઘરમાં કોઈ એક જ જગ્યાએ પૂર્વજોની તસવીરો લગાવવી જોઈએ, અને એ સ્થાન દિશાદોષ મુક્ત હોવું જરૂરી છે. જયારે પણ તમે તમારા પૂર્વજોની તસવીર લગાવો ત્યારે નીચે લાકડાનો એક ટુકડો પણ લગાવી દેવો જેના કારણે એ તસવીર ઝૂલતી અને લટકતી ના રહે.