આખરે ક્યાં છે “સ્કેમ 1992” વાળા અસલી હર્ષદ મહેતાનો પરિવાર ? જાણો કેવી રીતે પત્ની લડી હતી આખો કેસ, કોને આપ્યો તેમને સાથ

કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે થિયેટર બંધ થયા, આ દરમિયાન ઘણા લોકો ઓટિટિ પ્લેટફોર્મ તરફ વળ્યાં. ઘણા ઓટિટિ પ્લેટફોર્મ ઉપર ફિલ્મો અને ઘણી વેબસીરીઝ બની પરંતુ એ બધામાં એક વેબ સિરીઝ દુનિયાભરમાં વખાણવામાં આવી. આ વેબ સિરીઝ હતી “સ્કેમ- 1992”. જે સોની લિવ ઉપર પ્રસારિત થઇ અને ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા.

આ વેબ સિરીઝ દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ ઘોટાળાના અભિયુક્ત હર્ષદ મહેતાના જીવન ઉપર આધારિત હતી. આ સ્કેમ કેટલાય કરોડોનો હતો.  જે પહેલીવાર 1992માં સામે આવ્યો હતો. હર્ષદ મહેતાની ધરપકડ કરવામાં આવી અને વર્ષ 2001માં પોલીસ કસ્ટડીમાં જ તેમનું નિધન થઇ ગયું હતું.

હર્ષદ મહેતાના મોત બાદ પણ તેમની ઉપર ચાલી રહેલા કેસ બંધ નહોતા થયા. પરંતુ તેમની પત્ની અને તેમના પરિવારે આ કેસ દાયકાઓ સુધી લડ્યા. હર્ષદની પત્નીનું નામ જ્યોતિ મહેતા છે અને તેના ભાઈનું નામ અશ્વિન મહેતા છે. હર્ષદ મહેતાનો એક દીકરો પણ છે જેનું નામ આતુર મહેતા છે.

ઘણા લોકોને એ વાતની આજે પણ ખબર નથી કે હર્ષદ મહેતાનો પરિવાર આજે ક્યાં છે ? કારણ કે “સ્કેમ-1992” જોયા પછી ઘણા લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે આખરે હર્ષદ મહેતાનો પરિવાર આજે છે ક્યાં ? તો આજે અમે તમને એ તમામ વિગતો જણાવીશું.

હર્ષદ મહેતાની પત્ની જ્યોતિ મહેતાએ લગભગ 27 વર્ષ સુધી કોર્ટમાં કેસ લડ્યો અને ફેબ્રુઆરી 2019માં કોર્ટે તેમને મોટી રાહત આપી. હર્ષદ મહેતા ઉપર 2.014 કરોડના ટેક્સને કોર્ટ દ્વારા હટાવી દેવામાં આવ્યો. તે હર્ષદ મહેતાની પત્ની જ્યોતિ મહેતા અને ભાઈ અશ્વિન મહેતા માટે ખુબ જ મોટી રાહત હતી.

જ્યોતિ મહેતાએ એક બીજા સ્ટોક બ્રોકર કિશોર જનાની અને ફેડરલ બેંક વિરુદ્ધનો કોર્ટ કેસ જીત્યો. જેમાં 6 કરોડ રૂપિયા હર્ષદ મહેતાને આપવાના હતા. કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો કે જ્યોતિ મહેતાને તે પૈસા આપવામાં આવે. સાથે જ વર્ષના 18 ટકાના હિસાબથી વ્યાજની પણ ચુકવણી કરવામાં આવે.

હર્ષદ મહેતાના ભાઈ અશ્વિન મહેતાએ વકીલાતની ડિગ્રી લીધી છે. તે બોમ્બે હાઇકોર્ટ સાથે સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરે છે. તેમને હર્ષદ મહેતાના ઘણા કેસ લડ્યા અને તેમના તરફથી લગભગ 1700 કરોડની ચુકવણી પણ કરાવી.

હર્ષદ મહેતાનો દીકરો આતુર મહેતા એક બિઝનેસમેન છે. પરંતુ તે લાઇમ લાઇટમાં આવવાનું પસંદ નથી કરતો. આજ કારણ છે કે તેને આજ સુધી કોઈ મીડિયા હાઉસને પોતાનું ઇન્ટરવ્યૂ નથી આપ્યું.

Niraj Patel