શિરડીમાં આવેલા સાંઈબાબાના મંદિરનું માહાત્મ્ય જ ખુબ મોટું છે, દૂર દૂરથી ભકતો તેમના દર્શન માટે આવે છે અને આદર્શન કરીને પાવન પણ થાય છે. સાંઈબાબાએ જીવનભર લોકોની સેવા કરી, એક ટીપું તેલ માટે પણ ઘરે ઘરે ફર્યા, તેમના ચમત્કારોથી પણ દુનિયા અજાણ નથી, અને એટલે જ સાંઈબાબાની કીર્તિ દેશ વિદેશોમાં પણ ફેલાયેલી જોવા મળે છે.

સાંઈબાબાના અવસાન બાદ 8 વર્ષ પછી 23 નવેમ્બર 1926ના રોજ બીજા એક દિવ્ય પુરુષનો જન્મ થયો તેમને સાંઈબાબાના અવતાર માનવામાં આવતા હતા, ભક્તોને તેમનામાં પણ સાઈબાબાની જ ઝાંખી દેખાતી હતી અને એટલે જ તેઓ સત્ય સાંઈ તરીકે પ્રસિદ્ધ થયા. નેતા, અભિનેતા, ક્રિકેટરોને પણ સત્ય સાંઈમાં અપાર શ્રદ્ધા હતી.

આંધ્રપ્રદેશના પુટટુપાર્થીમાં જન્મેલા સિત સાંઈ બાબા, શિરડીના સાંઈબાબાનો જ બીજો અવતાર છે. અને તેમને જ જણાવ્યું હતું કે સાંઈબાબાનો ત્રીજો અને અંતિમ અવતાર પણ આ ધરતી ઉપર આવશે, પોતાનો દેહ ત્યાગ કરતા પહેલા જ સત્ય સાંઈબાબાએ જણાવ્યું હતું કે સાંઈબાબાના ત્રીજો અવતાર પ્રેમ સાંઈ તરીકે કર્ણાટકના મંડ્યા જિલ્લાના ગુણાપાર્થીમાં થશે.

એકવાર કોઈએ સત્ય સાંઈ બાબાને પૂછ્યું કે તેમનો ત્રીજો અવતાર સ્ત્રી રૂપે હશે કે પુરુષ રૂપે ત્યારે તેના જવાબમાં પણ તેમને 1993માં કહ્યું હતું કે પ્રેમ સાંઈનો જન્મ પુરુષ રૂપે જ થશે અને તેમન શરીરનું નિર્માણ પણ થવાનું શરૂ થઇ ગયું છે. તેમને આ ઘોષણા ત્યારે કરી હતી જ્યારે તેમને પહેલીવાર 1963માં હ્રુદ્રોગનો હુમલો થયો હતો.

સત્ય સાઈબાબાએ જણાવ્યું હતું કે તેમના દેહત્યાગના 8 વર્ષ બાદ પ્રેમ સાંઈનો જન્મ થશે. જેમને સાંઈબાબાના ત્રીજા અવતાર તરીકે ઓળખવામાં આવશે. 24 એપ્રિલ 2011માં સત્ય સાઈબાબાએ દેહત્યાગ કર્યો અને સત્ય સાંઈબાબાની ઘોષણા બાદ જ ભક્તોમાં પ્રેમ સાઈના આગમનની રાહ જોવાવવા લાગી છે. ઘણા જ ફોટોમાં સાંઈબાબા, સત્ય સાંઈબાબા અને પ્રેમ સાંઈબાબાની છબીઓ પણ બનાવેલી જોવા મળે છે અને એટલું જ નહીં મૈસુર પાસે પ્રેમ સાંઈબાબાનું એક મંદિર પણ તૈયાર થઈ ગયું છે જ્યાં ભક્તો તેમની પૂજા પણ કરે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.