અનુપમા પૂરી રીતે પલટશે ગેમ પ્લાન, તેના એક મૂવથી કરશે કાવ્યાને ચખાડશે મજા
ટીવી ધારાવાહિક “અનુપમા” છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ દર્શકોના દિલમાં તેની ખાસ જગ્યા બનાવી લીધી છે. આ શોમાં રોજ રોજ કંઇકને કંઇક નવું બતાવવામાં આવી રહ્યુ છે. શોમાં નવા નવા ટ્વિસ્ટ જોવા પણ મળે છે.
આ શો સૌનો પસંદગીતા શો બની ગયો છે. ઘર ઘરમાં આ શોના કેટલાક ચાહકો તો તમને મળી જ આવશે. શોમાં બે સૌતનો લડાઇમાં એટલી આગળ નીકળી ગઇ છે કે તે થમવાનું નામ જ લઇ રહી નથી. આ વચ્ચે પૂરો શાહ પરિવાર પિસાઇ રહ્યો છે.
રૂપાલી ગાંગુલી સ્ટારર શો “અનુપમા”માં હાલમાં એપિસોડમાં કાવ્યા અનુપમાની વહુ કિંજલની મમ્મી એટલે કે રાખી દવેને તેમની દીકરી વિશે જણાવે છે કે તે કેટલી પરેશાન થઇ રહી છે. જે બાદ કિંજલની માતા અનુપમા સાથે ઝઘડો કરવા માટે વજરાજના ઘરે આવી જાય છે. બંને વચ્ચે જબરદસ્ત ચર્ચા થાય છે અને આખરે અનુપમાનો સૌમ્ય સ્વભાવ બધા પર ભારી પડે છે.
શોમાં કાવ્યા કિંજલને અનુપમા વિરૂદ્ધ કરી રહી છે. કિંજલ સરળતાથી તેની ચાલમાં પણ આવી જાય છે. પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી જાય છે કે કિંજલ તેની સાસુ વિરૂદ્ધ અવાજ બુલંદ કરવા લાગી જાય છે. આ બધા વચ્ચે અનુપમાના ઘરે રાખી દવે આવે છે અને તે પરિવાર પર તેની દીકરીને પ્રતાડિત કરવાનો આરોપ લગાવે છે.
અનુપમાએ ઘણા પ્રેમથી કિંજલને સમજાવી અને તેની માફી માંગી. તે ઉપરાંત તે બાને પણ કહે છે કે કિંજલની રીત અને નવી વસ્તુ હિસાબે પોતાને ઢાળવાની કોશિશ કરે. વર્તમાનમાં તો સમસ્યા હલ થઇ ગઇ પરંતુ કાવ્યાની નજર હજી પણ કિંજલ પર બનેલી છે. તે સતત કિંજલને અનુપમા વિરૂદ્ધ ભડકાવવાની કોશિશ કરી રહી છે.
કિંજલ પણ ધીરે ધીરે કાવ્યાની શાતિર ચાલબાજીમાં શિકાર હોતી જોવા મળી રહી છે. આવનાર એપિસોડમાં હવે જયારે કિંજલ મોડી રાત સુધી ઘરે નથી આવતી ત્યારે પૂરો પરિવાર ચિંતામાં પડી જાય છે અને તેની રાહ જુએ છે.
ત્યાર બાદ કાવ્યા હસતા હસતા કિંજલને ગાડીમાં લઇને આવે છે અને બધા ચોંકી જાય છે. કિંજલને જયારે અનુપમા કહે છે કે તેની ચિંતામાં બધા પરેશાન હતા ત્યારે તે ઊંધો જવાબ આપે છે. તે બાદ કાવ્યાને અનુપમા તેનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે. તે ગુસ્સામાં આવીને તેને ચેતવણી પણ આપે છે કે તે તેના બાળકોને તેના વિરૂદ્ધ ભડકાવવાનું બંધ કરે. અનુપમા કહે છે કે તે તેના બા-બાપુજી અને બાળકોને શેર નહિ કરે, પરંતુ અનુપમા વિરૂદ્ધ ભડકાવશે તો અંજામ ખરાબ આવશે.