આ ગંદુ કામ કરતા પકડાઇ ગઇ હતી પ્રિયંકા ચોપડા, માતા સામે આવી રીતે બહાર આવી હતી હકિકત

પ્રિયંકા ચોપરાએ ખોલ્યું મોટું રહસ્ય, હું મારા પલંગ પર બેઠી હતી અને મારા હાથમાં …જાણો વધુ

કોરોના મહામારીના સમયમાં સામાન્ય લોકોની જેમ જ બોલિવુડ સેલેબ્સે ઘરે રહીને સમય વીતાવ્યો હતો. આ દરમિયાન સેલેબ્સે એવા કામ કર્યા જે તેઓ તેમના વ્યસ્ત સમયમાં કરી શકતા ન હતા.

પ્રિયંકા ચોપડાએ આ દરમિયાન તેની બાયોગ્રાફી અનફિનિશ્ડ (Unfinished) લખી. આ પુસ્તકનું મંગળવારના રોજ વિમોચન કરવામાં આવ્યુ હતું. આ પુસ્તકમાં પ્રિયંકાએ તેના જીવનથી જોડાયેલી બધી નાની મોટી વાતો શેર કરી છે.

આવામાં તમને એક કિસ્સો એક એવી ઘટના સંભળાવીએ જે પ્રિયંકા જયારે સ્કૂલમાં ભણતી હતી ત્યારનો છે. પ્રિયંકાએ આ પુસ્તકમાં એક ચેપ્ટરમાં તેને સ્કૂલ સમયમાં થયેલા પ્રેમ વિશે પણ ઉલ્લેખ કર્યો છે. જયારે તેને એક છોકરા સાથે અમેરિકાવાળી આન્ટિએ પકડી લીધી હતી અને તે બાદ પ્રિયંકાની માતાને પણ આ વાતની ફરિયાદ કરી હતી.

Image source

આ પુસ્તકમાં તેણે એ વાતનો ઉલ્લેખ કર્યો છે જયારે એક છોકરા પર તેમનું દિલ આવી ગયુ હતું. આ પુસ્તકમાં તેણે એ છોકરાનું નામ બોબ કહ્યુ છે. તેમાં તેને એ વાત કહી છે જયારે પ્રિયંકા ભણવા માટે અમેરિકા ગઇ હતી અને ત્યાં તે તેમના સંબંધીને ત્યાં રહેતી હતી અને સ્કૂલ જતી હતી. ત્યારે તેને એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો હતો.

Image source

પ્રિયંકાએ આ પુસ્તકમાં જણાવ્યુ છે કે, અમેરિકામાં મને એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો હતો. અને એક દિવસ તે મુશ્કેલીમાં ફસાઇ ગઇ હતી. જયારે તે 10માં ધોરણમાં હતી ત્યારે તે તેની માસી સાથે ઇંડિયાનાપોલિસ સાથે રહેતી હતી. ત્યાં સ્કૂલમાં તેની મુલાકાત બોબ સાથે થઇ. જેણે તેની રોમેન્ટિક અદાઓ અને મસ્તીવાળા અંદાજથી મને દીવાની બનાવી દીધી હતી.

Image source

બોબે પ્રિયંકાને ગિફટ રૂપે ચેન આપી હતી. તે સ્કૂલમાં તેનો હાથ પકડી રાખતો હતો. પ્રિયંકા હંમેશા તેના પ્રેમમાં ખોવાયેલી રહેતી હતી. જાણવા જેવી વાત તો એ છે કે, તેણે એ છોકરા સાથે લગ્ન કરવાનું પણ મનમાં નક્કી કરી રાખ્યુ હતું.પ્રિયંકાએ લખ્યુ,

એક દિવસ હું અને બોબ કાઉચ પર બેઠા હતા અને ટીવી જોઇ રહ્યા હતા. અચાનક બારીમાંથી મે મારી માસીને સીડીઓ ચઢીને ઉપર આવતી જોઇ. હું ગભરાઇ ગઇ. એ સમયે બપોરના 2 વાગ્યા હતા.

તે તેમના પાછા આવવાનો સમય ન હતો. બોબને બહાર નીકાળવા માટે કોઇ રસ્તો ન હતો. એટલે એ અને હું ભાગ્યા અને રૂમમાં જતા રહ્યા. મેં તેને મારા કબાટમાં છૂપાડી દીધો.

આ દરમિયાન પ્રિયંકાની માસી આવી અને બધા જ રૂમને ધ્યાનથી જોવા લાગી. હું મારા પલંગ પર બેઠી હતી અને મારા હાથમાં બાયોલોજીની પુસ્તક હતી. તે મારા રૂમના દરવાજા પર આવી અને કહ્યુ કે આને ખોલ.

મેં પૂછયું કોને ખોલું, તો તેમણે કહ્યુ તારું કબાટ ખોલ. હું ડરને કારણે ધ્રુજવા લાગી. તે પહેલા મે મારી માસીને કયારેય પણ આવી ગુસ્સામાં જોયા ન હતા. મેં દરવાજો ખોલ્યો અને સામે બોબ હતો.

તેણે આગળ લખ્યુ કે, ત્યાર બાદ માસીએ મારી મમ્મીને ફોન કર્યો અને કહ્યુ કે, હું વિશ્વાસ નથી કરી શકતી કે તે મારી સામે જૂઠ્ઠુ બોલી. કબાટમાંથી એક છોકરો નીકળીને બહાર આવ્યો.

Shah Jina