અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી સારા અલી ખાન એકસાથે ફિલ્મ ‘લવ આજ કલ’ માં જોવા મળ્યા હતા, બંન્નેએ ફિલ્મ રિલીઝના પહેલા ખુબ પ્રમોશન કર્યું હતું પણ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ફ્લૉપ સાબિત થઇ. એવામાં તે સમયના એક ઇન્ટરવ્યૂમાં કાર્તિકે આપેલું એક મંતવ્ય હાલના સમયમાં વાયરલ થઇ રહ્યું છે.

આ ઇન્ટરવ્યૂમાં કાર્તિકે સારાના ભાઈ એટલે કે કરીના કપૂર અને સૈફ અલી ખાનના લાડલા દીકરા તૈમુર અલી ખાન સાથે થયેલી પહેલી મુલાકાત વિશેની વાત કહી હતી. સૈફ-કરિનાનો લાડકો તૈમુર લોકપ્રિયતાની બાબતમાં બૉલીવુડ સ્ટારથી ઓછો નથી. બોલીવુડમાં ઘણા કિરદારો તૈમૂરના ફેન છે અને આ ફેન લિસ્ટમાં અભિનતા કાર્તિક આર્યન પણ શામિલ છે.

કાર્તિકે જણાવ્યું કે તૈમુર સાથે તેની પેહલી મુલાકાત ચંદીગઢમાં થઇ હતી, પહેલા જ્યારે કાર્તિકને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે તૈમુરને ક્યારેય મળ્યા નથી પણ તેની તસ્વીરો ચોક્કસ જોવે છે એટલામાં જ તેને યાદ આવ્યું કે તે એક સમયે ચંદીગઢમાં તૈમુરને મળી ચુક્યા છે.

કાર્તિકે કહ્યું કે તે ચંદીગઢમાં દોસ્તાના-2 ની શૂટિંગ કરી રહ્યા હતા અને તે સમયે જ કરીના કપૂર આમિર ખાન સાથેની પોતાની આવનારી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની શૂટિંગ કરી રહી હતી. કાર્તિકે કહ્યું કે જ્યારે તે તૈમુરને મળ્યા તો એ જાણીને હેરાન રહી ગયા કે તૈમુર તેને ઓળખે છે એ કાર્તિકને જોઈને કહેવા લાગ્યો કે, ‘કા…કા..કા…’ એટલે કે તૈમુર કાર્તિકનું નામ લેવાની કોશિશ કરી રહ્યો હતો.

કાર્તિકે આગળ કહ્યું કે તે દરમિયાન તે તૈમુર સાથે તસ્વીર લેવાની ભૂલી ગયો પણ જયારે તે ફરીથી તૈમુરને મળશે ત્યારે તસ્વીર ચોક્કસ લેશે. જણાવી દઈએ કે અમુક દિસવો પહેલા જ મનીષ મલ્હોત્રાના ફેશન શો માં કાર્તિકે કરીના સાથે રેમ્પ વૉક કર્યું હતું. આ મૌકા દરમિયાન બંન્નેની કેમેસ્ટ્રી ખુબ પસંદ કરવામાં આવી હતી.

કાર્તિક આર્યન હાલના સમયમાં કરન જોહરની ફિલ્મ ‘દોસ્તાના-2’ ની શૂટિંગ કરી રહ્યા છે જેમાં તેની સાથે અભિનેત્રી જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેના સિવાય કાર્તિક કિયારા અડવાણીની સાથે ફિલ્મ ‘ભૂલ ભુલૈયા-2’ માં પણ કામ કરી રહ્યા છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.