ફિલ્મ સિતારાઓ પણ સેલિબ્રિટી હોવા છતાં સામાન્ય લોકો જેવા જ હોય છે, જે ઘર અને પરિવારની ઝંઝટમાં ફસાયેલા રહે છે. અમુક સમયે, આ સિતારાઓના તેમના પરિવાર સાથેના વિવાદો અને સાસુ-વહુના ઝઘડાઓના સમાચાર પણ સાંભળવા મળે છે. જો કે, તેમની હકીકત પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. એવી જ એક સાસુ-વહુ છે બચ્ચન પરિવારની જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન. બંનેના સંબંધોને લઈને અનેક પ્રકારની ખબરો મીડિયામાં આવતી રહે છે.

જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની સાસુ-વહુની જોડી બોલીવુડમાં આદર્શ માનવામાં આવે છે. ઐશ્વર્યા રાય બચ્ચનનો સંબંધ જ્યારથી અભિષેક બચ્ચન સાથે જોડાયો છે, એ પરિવાર માટે સંપૂર્ણ રીતે સમર્પિત રહે છે. ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારની ખૂબ સંભાળ રાખે છે, ખાસ કરીને તેમના સસરા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની.

ઘણા પ્રસંગોએ ઐશ્વર્યા રાયની જયા બચ્ચન સાથે સુંદર બોન્ડિંગ જોવા મળે છે. કદાચ સાસુ અને વહુના પ્રેમના આ બંધનને કારણે જ જયા બચ્ચન ઐશ્વર્યા રાય માટે ઘણા પ્રોટેક્ટિવ રહે છે.

એક ઇન્ટરવ્યૂમાં જયા બચ્ચને કહ્યું હતું કે તે ઐશ્વર્યા રાયને કેમ આટલું વધુ પસંદ કરે છે. જયા આ દરમિયાન પારિવારિક મૂલ્યો વિશે વાત કરી રહી હતી. જયા જણાવે છે કે તેમણે કેવી રીતે પોતાના બાળકોને આદર્શ શીખવ્યાં છે.

આ સમય દરમિયાન, જયા બચ્ચનને પૂછવામાં આવ્યું હતું કે શું તે આ જ મૂલ્યો એમાં પણ જોવા માંગશો કે જે એમના પરિવાર સાથે જોડાય છે જેમ કે ઐશ્વર્યા રાય. એના પર જયાએ ઐશ્વર્યાના વખાણ કરતા કહ્યું હતું કે ‘એટલે જ હું અભિષેકના લગ્ન એવી છોકરી સાથે કરવા માંગતી હતી, જેના માટે મૂલ્યો મહત્વ ધરાવતા હોય, જે પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય.’

જો કે, એ વાત કોઈનાથી છુપાયેલી નથી કે એક સમય એવો હતો જ્યારે અભિષેક બચ્ચને કરિશ્મા કપૂર સાથે સગાઈ કરી હતી અને આ સગાઈ અમિતાભ બચ્ચનના જન્મદિવસની પાર્ટીમાં કરવામાં આવી હતી.

જો કે, થોડા સમય પછી જ આ સંબંધ તૂટી ગયો અને લોકોએ તેના વિશે વિવિધ અટકળો પણ લગાવી હતી. જયારે એના પછી અભિષેકે વિશ્વની સૌથી સુંદર મહિલા ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા.

આ કિસ્સામાં, ‘કોસ્મોપોલિટન મેગેઝિન’માં દાવો કરવામાં આવ્યો હતો કે આ સંબંધ કરિશ્મા કપૂરની માતા બબીતા કપૂરને કારણે તૂટી ગયો હતો. આ ખબરોમાં દાવો કરવામાં આવ્યો હતો કે બબીતા તે સમય દરમિયાન બચ્ચન પરિવારની આર્થિક સ્થિતિને લઈને ચિંતિત હતા.

કરિશ્મા તે જ સમયે એક મોટી સ્ટાર જ નહીં પરંતુ સારી કમાણી પણ કરી રહી હતી. બબીતા ઇચ્છતી હતી કે તેની દીકરીને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન આવે અને કદાચ તેથી જ તેણે અભિષેક સાથે કરિશ્માની સગાઈ તોડી નાખી હતી.

ઉલ્લેખનીય છે કે આ મુલાકાતમાં જયાને પૂછવામાં આવ્યું હતું કે અભિષેક બચ્ચનના કરિશ્મા કપૂર સાથે સગાઇ પારિવારિક મૂલ્યોને કારણે તૂટી ગઈ હતી.

જયાએ જવાબ આપ્યો હતો, ‘કપૂર પરિવારનું લોહી તેની નસોમાં છે. તેમની પરંપરા રહી છે. કરિશ્મા કપૂરના પિતા અને હું મિત્રો રહયા છીએ. મારા પતિ સાથે પણ તેમના સારા સંબંધ ધરાવે છે. તેથી જ હંમેશા પરિવારને જ દોષ આપવો જોઈએ નહિ.’

નોંધનીય છે કે ઐશ્વર્યાને વહુ બનાવવાના કેટલાક વર્ષો પહેલા અભિષેકના કરિશ્મા કપૂર સાથે લગ્ન લગભગ નિશ્ચિત હતા. પણ પછી અચાનક જ આ લગ્ન તૂટવાના ખબર આવ્યા હતા. એના કેટલાક વર્ષો બાદ જ અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન થયા હતા.

આજે ઐશ્વર્યા અને અભિષેક દીકરી આરાધ્યા બચ્ચન સાથે ખુશ જીવન જીવી રહ્યા છે, જ્યારે કરિશ્મા કપૂર પતિ સંજય કપૂર સાથે છૂટાછેડા લીધા પછી બાળકોનો ઉછેર એકલા કરી રહી છે.

પુત્રવધૂ ઐશ્વર્યા રાય માટે જયા પબ્લીકલી હંમેશાં પ્રોટેક્ટિવ રહે છે, જે જણાવે છે કે એ ઐશ્વર્યાને કેટલું પસંદ કરે છે. એક ઇન્ટરવ્યૂમાં જયા બચ્ચને ઐશ્વર્યા માટે કહ્યું હતું કે, ‘આરાધ્યા નસીબદાર છે કે તેને ઐશ્વર્યા જેવી માતા મળી છે, કારણ કે તમે કલ્પના કરી શકો છો કે તમારી પાસે તેની સંભાળ લેવા માટે મિસ વર્લ્ડ ઐશ્વર્યા જેવી વ્યક્તિ છે.’

એકવાર, ઐશ્વર્યાને એક પ્રશ્ન પૂછતી વખતે, એક પત્રકારે તેમને ‘એશ’ કહીને પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે જયા બચ્ચને તે પત્રકારને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે સન્માન સાથે ઐશ્વર્યાનું આખું નામ લઈને તેમને પ્રશ્નો પૂછવા જોઈએ.

જણાવી દઈએ કે આ જૂની વાતો અત્યારે એટલા માટે બહાર આવી રહી છે, કારણ કે કરિશ્મા કપૂર અને ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં જ અંબાણીની પાર્ટીમાં સાથે ડાન્સ કરતા જોવા મળ્યાં હતાં.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.