જાણવા જેવું દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ રસપ્રદ વાતો

દીકરી ક્યારે પોતાના પિતાની સંપત્તિમાં ભાગ માંગી શકે? દીકરીનો પિતાની સંપત્તિ પર કેટલો અધિકાર? વાંચો

આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે બાપ-દાદાની સંપત્તિ પર ફક્ત દીકરાઓનો જ અધિકાર હોય છે. જો તમે પણ આવું જ માનતા હોવ તો આ ખોટું છે. પિતાની સંપત્તિની વહેંચણી માટેના ઘણા કાયદા-નિયમો હોય છે. આ વાત એટલી સરળ નથી જેટલી દેખાય છે. દિલ્હી હાઇકોર્ટે સંપત્તિની વહેંચણીના એક કેસમાં ચુકાદો આપ્યો હતો કે પિતાની સંપત્તિ પર ફક્ત દીકરાનો જ હક નથી, તેમની માતા પણ હયાત છે અને પિતાની સંપત્તિમાં બહેનનો પણ અધિકાર હોય છે.

Image Source

એક વ્યક્તિના મૃત્યુ બાદ તેમની સંપત્તિની વહેંચણી થઇ જેમાં મૃતકના પત્નીને અડધો ભાગ અને એમના બે બાળકો એક દીકરો અને દીકરીને અડધો ભાગ મળવાનો હતો. જેમાંથી દીકરીએ સંપતિએ ભાગ માંગ્યો ત્યારે તેમના દીકરાએ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. એટલે દીકરીએ કોર્ટમાં કેસ કર્યો. આતાએ પણ દીકરીઓનો પક્ષ લીધો. પરંતુ દીકરાએ કહ્યું કે સંપત્તિ તો તેને જ મેળવી જોઈએ. જો કે દિલ્હી હાઇકોર્ટે હિન્દૂ ઉત્તરાધિકારી કાયદા હેઠળ ચુકાદો આપ્યો હતો.

Image Source

કોર્ટના ચુકાદા અનુસાર, મૃતકની પત્ની જીવિત છે, જેથી તેમનો અને તેમની દીકરીનો સમાન અધિકાર છે. કોર્ટે કહ્યું હતું કે દીકરાનો દાવો જ ખોટો છે. આપણા સમાજમાં મોટેભાગે દીકરાને જ પિતાની સંપત્તિનો વારસદાર માનવામાં આવે છે, પણ 2005માં કાયદામાં સુધારા બાદ પિતાની સંપત્તિ પર દીકરા-દીકરી બંનેને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. વર્ષ 2005 પહેલા હિન્દુ પરિવારોમાં દીકરા પર જ ઘરનો બધો દારોમદાર હતો, દીકરા-દીકરીને પિતાની સંપત્તિમાં સમાન હક ન હતો.

Image Source

ઓ કોઈ પૈતૃક સંપત્તિની વહેંચણી 20 ડિસેમ્બર 2004 પહેલા કરવામાં આવી હોય તો એમાં દીકરીનો અધિકાર નથી. કારણ કે આ કિસ્સામાં જૂનો હિન્દૂ ઉત્તરાધિકારી કાયદો લાગુ પડે. જેથી આવા કિસ્સામાં સંપત્તિની વહેંચણી પર રદ નહીં થઇ શકે.

હિન્દૂ કાયદા અનુસાર બે પ્રકારની સંપત્તિ હોય છે – પૈતૃક અને સ્વઅર્જિત, પૈતૃક સંપત્તિ પર દીકરો હોય કે દીકરી દરેકનો સમાન અધિકાર હોય  છે. 2005 પછી પિતા પણ પૈતૃક સંપત્તિની વહેંચણી પોતાની મરજી મુજબ ન કરી શકે. કે દીકરીને સંપત્તિમાં ભાગ આપવાથી ઇન્કાર ન કરી શકે. દીકરી જન્મ લેતા જ પૈતૃક સંપત્તિની સમાન અધિકારી બની જાય છે.

Image Source

પિતાની સ્વઅર્જિત સંપત્તિ પર પિતાનો કાયદાકીય અધિકાર છે, જેથી તેઓ ઈચ્છે તેને આ સંપત્તિ આપી શકે છે. એટલે કે આ સંપત્તિમાં દીકરીને ભાગ આપવાથી ઇન્કાર પણ કરી શકે છે. જેમાં દીકરી પણ કઈ જ ન કરી શકે. પરંતુ જો વસિયતનામું લખ્યા પહેલા જ પિતાનું મૃત્યુ થાય તો બધા કાયદાકીય ઉત્તરાધિકારીઓનો તેમની સંપત્તિ પર સમાન અધિકાર રહે છે. જેમાં વિધવા, દીકરીઓ અને દીકરાની સાથે જો મૃતકના માતાપિતા હયાત હોય તો તેઓનો પણ સમાન અધિકાર રહે છે. એટલે કે આવા કિસ્સામાં પિતાની સંપત્તિ પર દીકરીઓનો પણ સમાન અધિકાર હોય છે.

2005 બાદ દીકરીને પણ પિતાની સંપત્તિની સમાન અધિકારી માનવામાં આવે છે. દીકરીના લગ્ન થઇ ગયા હોવાથી તેનો પિતાની સંપત્તિ પર અધિકારમાં કોઈ ફરક પડતો નથી. લગ્ન બાદ પણ દીકરીઓનો પિતાની સંપત્તિ પર અધિકાર રહે છે. 2005 પહેલા આવું ન હતું.

Image Source

હિન્દૂ ઉત્તરાધિકારી કાયદામાં 2005માં થયેલ સંશોધન 9 સપ્ટેમ્બર 2005થી લાગુ પડ્યું હતું. પરંતુ કાયદાનુસાર, દીકરી આ તારીખ પહેલા જન્મી હોય કે એ પછી, તેનો પિતાની સંપત્તિ પર સમાન અધિકાર છે. પરંતુ દીકરી તો જ પોતાના પિતાની સંપત્તિમાં ભાગ માંગી શકે જો તેમના પિતા 9 સપ્ટેમ્બર 2005એ જીવિત હોય. પરંતુ જો પિતા આ પહેલા જ મૃત્યુ પામ્યા છે તો દીકરીનો કોઈ જ અધિકાર નથી. તેમની સંપત્તિની વહેંચણી તેમની ઈચ્છા પ્રમાણે જ થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks