શું પ્રેગ્નેટ છે નીતા અંબાણીની નાની વહુ રાધિકા ? પ્રેગ્નેંસીમાં આટલા દિવસ બાદ દેખાવા લાગે છે બેબી બંપ

ગણેશ ચતુર્થીના દિવસે મુકેશ અંબાણીએ એન્ટિલિયામાં પૂજાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં દેશની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બધાની નજર રાધિકા મર્ચન્ટ પર હતી. કેટલીક તસવીરો પણ સામે આવી હતી જેમાં રાધિકા તેના પેટ પર હાથ રાખીને ચાલતી જોવા મળી હતી. ત્યારથી લોકો અનુમાન લગાવવા લાગ્યા કે લગ્નના બે મહિના બાદ જ રાધિકા પ્રેગ્નેટ થઇ છે કે કેમ.

જો કે, રાધિકા ગર્ભવતી હોવાના કોઈ નક્કર સમાચાર ક્યાંય નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રેગ્નેંસીના કેટલા દિવસ પછી પેટ દેખાય છે ? આમ તો આ દરેક સ્ત્રીના સંજોગો પર આધાર રાખે છે. સામાન્ય રીતે, પેટ બીજા ત્રિમાસિકમાં એટલે કે ગર્ભાવસ્થાના ચોથા મહિનામાં દેખાય છે.

જો કે, કેટલીક સ્ત્રીઓમાં પેટ બીજા ત્રિમાસિક અથવા ત્રીજા ત્રિમાસિકના અંત સુધી દેખાતું નથી. સગર્ભાવસ્થા દરમિયાન જ્યારે પેટ દેખાય છે તે સમય તેના પર નિર્ભર કરે છે કે તે પ્રથમ અથવા બીજી ગર્ભાવસ્થા છે. જો પહેલી હોય તો પેટમાં ઉભાર ઓછામાં ઓછા 12 સપ્તાહ સુધી નથી જોવા મળતો.

જો મહિલા પહેલા પણ પ્રેગ્નેટ થઇ ચૂકી છે તો માંસપેશિયોમાં ખેચાવને કારણે પેટ પહેલાથી પણ જોવા મળી શકે છે. પહેલી ગર્ભાવસ્થા દરમિયાન, પેટના સ્નાયુઓ ખેંચાય છે અને કેટલીકવાર તેઓ તેમના સામાન્ય કદમાં પાછા આવતા નથી. આ કારણે બીજી પ્રેગ્નન્સીમાં બેબી બમ્પ વહેલી દેખાઈ શકે છે.

Shah Jina
Exit mobile version