કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયેલો છે રોજ કેટલાય લોકો મોત તરફ ધકેલાઈ રહ્યાં છે. ભારતમાં આ રોગચાળાને રોકવા માટે સરકાર કડક પગલા લઈ રહી છે. દેશમાં લોકડાઉનની તારીખ 31 મે કરી દેવામાં આવી છે. સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ પોતપોતાના ઘરે જ સમય પસાર કરી રહ્યા છે.

એવામાં સેલેબ્સ સાથે જોડાયેલી વાતો-કિસ્સાઓ, થ્રોબેક ફોટો, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહયા છે. આ દરમિયાન બચ્ચન વહુ એટલે કે ઐશ્વર્યા રાય સાથે જોડાયેલો એકે વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો આજની વાત કરીએ તો ઐશ્વર્યા રાય અત્યારે પરિવાર સાથે સમય વિતાવી રહી છે.

ખરેખર, આ વિવાદ ફિલ્મ ‘હિરોઇન’ને લઈને હતો. ઐશ્વર્યા આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી હતી અને થોડા દિવસો શૂટિંગ કર્યા પછી તેણે ફિલ્મમાં અભિનય કરવાનો ઇનકાર કરી દીધો હતો.

વર્ષ 2011માં ફિલ્મના નિર્દેશક મધુર ભંડારકરે ઐશ્વર્યા પર આરોપ લગાવ્યા હતા કે તેને પોતાની ગર્ભાવસ્થાની ખબરને છુપાવતા ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ તેમનો ખૂબ જ ખાસ પ્રોજેક્ટ છે, જેમાં તેમને નુકસાન ભોગવવું પડ્યું હતું.

ઐશ્વર્યાએ જયારે ફિલ્મના 65 દિવસ સુધી શૂટિંગ કરી લીધું એ પછી તેની ગર્ભાવસ્થાના સમાચાર સામે આવ્યા હતા અને ત્યારબાદ આ ફિલ્મમાં કરીના કપૂરને સાઇન કરવામાં આવી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ ન હતી અને મધુર ઐશ્વર્યા વિશે ઘણા નિવેદનો આપી ચૂક્યો હતો.

મધુરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું – જો અભિનેત્રીએ પહેલાથી જ તેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હોત, તો તેણે ફિલ્મનું શૂટિંગ શરૂ ન કર્યું હોત. અમને ન્યૂઝ ચેનલ તરફથી આ માહિતી મળી છે કે ઐશ્વર્યા ગર્ભવતી છે અને નવેમ્બર તેની ડ્યુ ડેટ છે. તેમણે કહ્યું હતું કે તે આ ફિલ્મ માટે દોઢ વર્ષથી કામ કરતો હતો અને અચાનક તે બધું થઈ ગયું.

મધુર દ્વારા વહુ પર લગાવવામાં આવેલા આરોપો બાદ સસરા અમિતાભ બચ્ચને મીડિયા સમક્ષ ખુલાસો આપ્યો હતો. તેમને વહુનો બચાવ કરતા કહ્યું હતું કે – જયારે ઐશ્વર્યાએ ફિલ્મ સાઈન કરી હતી ત્યારે બધા જાણતા હતા કે એ પરિણીત છે. તો શું તમારું એમ કહેવું છે કે એક્ટર્સે લગ્ન ન કરવા જોઈએ કે એમને બાળકો પેદા ન કરવા જોઈએ. મને નથી લાગતું કે કોન્ટ્રાક્ટમાં આ પ્રકારનો કોઈ નિયમ હોવો જોઈએ.

પુત્રી આરાધ્યાના જન્મ પછી ઐશ્વર્યાએ કમબેક કર્યું હતું. તેણે ફિલ્મ જઝબા અને સરબજીતમાં કામ કર્યું હતું. આ બંને ફિલ્મો ફ્લોપ સાબિત થઈ. આ પછી તે કરણ જોહરની એ દિલ હૈ મુશ્કિલમાં જોવા મળી હતી. આ ફિલ્મ હિટ રહી હતી. ફિલ્મમાં ઐશ્વર્યાએ રણબીર કપૂર સાથે કેટલાક ઇન્ટિમેટ સીન પણ આપ્યા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.