ખબર

લોકડાઉનમાં ફાયદો થઇ શકે એવા બે નવા ફીચર્સ આવી રહ્યા છે વૉટ્સએપમાં, Google Duo અને Zoomને આપી શકે છે ટક્કર

દેશભરમાં લોકડાઉન હોવાંના કારણે લોકો હવે વિડીયો કોલ દ્વારા એકબીજાને મળી રહ્યા છે, ત્યારે મોટાભાગની કંપનીઓ આ સમયે પોતાના વિડીયો કોલિંગના સોફટવેરમાં બદલાવ કરતી જોવા મળી રહી છે, હાલમાં જ Google Duo અને Zoom એપ્લિકેશન વિડીયો કોલ માટે કારગર સાબિત થઇ રહી છે કારણ કે આ એપ્લિકેશનની અંદર એકસાથે જ 4થી વધારે લોકો જોડાઈ શકતા હતા.

Image Source

જયારે વૉટ્સઍપમાં એક સાથે માત્ર ચાર લોકો જોડાઈ શકતા હતા, અને તેના કારણે Zoom એપ્લિકેશન થોડા જ સમયમાં ખુબ જ પ્રખ્યાત થઇ ગઈ હતી, પરંતુ સરકાર દ્વારા આ એપ્લિકેશન સુરક્ષિત ના હોવાનું પણ જણાવવામાં આવ્યું છે, ત્યારે વૉટ્સએપમાં પણ આવનાર થોડા જ સમયમાં આ ફીચર્સમાં બદલાવ થઇ શકવાની શક્યતા છે.

Image Source

એન્ડ્રોઇડ માટે નક્કી કરવામાં આવેલા વૉટ્સએપ બીટા દ્વારા એ હિન્ટ મળી છે કે કંપની ગ્રુપ વિડીયો કોલ્સની લિમિટમાં વધારો કરી શકે છે. કારણ કે બીજી ઘણી એપ્લિકેશનો એકસાથે વિડીયો કોલમ વધુ લોકોને જોડી શકે છે ત્યારે વોટ્સએપ પણ આ દિશામાં કામ કરવા જઈ રહી છે.

Image Source

હાલમાં હજુ એ નક્કી કરવામાં નથી આવ્યું કે વૉટ્સએપ આ સુવિધા પોતાના યુઝર્સને ક્યારથી આપવા જય રહી છે. પરંતુ થોડા જ સમયમાં તમને વૉટ્સએપ દ્વારા પણ વધુ લોકોને જોડી શકશો તેવી સુવિધા પુરી પાડવામાં આવશે. થોડા સમય પહેલા જ વૉટ્સએપ દ્વારા ગ્રુપ કોલિંગમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા હતા.

Image Source

કોલિંગને લઈને વોટ્સએપના બીજા ફીચર્સની વાત કરીએ તો Android v2.20.129 વર્જનમાં નવું કોલ હેડર પણ આવ્યું છે. જેના કારણે બે લોકો વચ્ચેની વાતને ના તો વોટ્સએપ ડિકોડ કરી શકશે કે ના કોઈ એજેન્સી.

તો હવે એજ જોવાનું છે કે વૉટ્સએપ પોતાની આ નવી અપડેટ ક્યારે લાવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.