WhatsAppના કેટલાક યુઝરો માટે ખરાબ સમાચાર છે. ઇંસ્ટેંટ મેસેજિંગ એપ WhatsAppએ iOSના વર્ઝનથી સપોર્ટ બંધ કરવાનું જાહેર કર્યું છે. ફેબ્રુઆરી 2020થી iOS 8 અને તેનાથી નીચેના iOS વર્ઝનમાં WhatsApp સપોર્ટ બંધ કરવામાં આવશે. કંપનીએ પોતાના FAQ પેજ પર અપડેટ કાર્ય છે અને આ જાણકારી આપી છે. પણ સારી વાત એ છે કે જો તમે iOS 8માં WhatsApp વાપરવા માંગતા હોવ તો જો પહેલેથી જ WhatsApp હોય તો તેને ભૂલથી પણ uninstall ન કરતા, નહિતર તમારે ફરી install કરવું પડશે અને ભૂલથી પણ અપડેટ પણ ના કરે તો WhatsApp ચાલતું રહેશે.

તમને જણાવીએ કે Windows Phone માંથી 31 ડિસેમ્બર 2019થી જ WhatsApp સપોર્ટ બંધ થવાનું પહેલા જ જાહેર કર્યું હતું. Androidની વાત કરીએ તો જો તમારો ફોન 2.3.7થી નીચેના વર્ઝનમાં પણ તમે WhatsApp વાપરી નહીં શકો. 1 ફેબ્રુઆરી 2020થી Androidમાં પણ સપોર્ટ બંધ થઇ જશે. જે યુઝર્સ આ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરશે તો તેમાં નવું એકાઉન્ટ નહીં બની શકે અને વેરિફિકેશન પણ નહીં થઇ શકે.

હવે દરેકના યુઝર્સ પાસે નવા Android વર્જન હોય છે, તેથી તમને બીવાની જરૂર નથી iOSમાં દર વર્ષે અપડેટ આવતી જ રહે છે અને સારી વાતએ છે કે iOSના જુના ફોનમાં પણ અપડેટ આવતી રહે છે જો તમારી પાસે જૂનો iOS હોય તો તેને હાલમાં જ અપડેટ કરી લેજો.

જુના વર્જનમાં એટલા માટે સપોર્ટ બંધ કરે છે કેમ કે WhatsAppના નવા ફીચર જુના ફોનમાં સપોર્ટ નથી કરતા. WhatsApp પર કાયમ નવા ફીચર આવતા રહે છે અને જુના ઓપરેટિંગ સિસ્ટમના લીધે નવા ફીચર તેમે કામ નથી કરતા. તેથી કંપની સલાહ આવે છે કે તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ રાખો અથવા જુના ફોનનો ઉપયોગ કરતા હોવ જેમાં અપડેટ ન આવતી હોય તો તેને પણ અપગ્રેડ કરી દો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.