જાણવા જેવું

WhatsAppના આવ્યા નવા 2 ફીચર, હવે બદલાઈ જશે સ્ટેટ્સ મુકવાની રીત-જાણો સમગ્ર અહેવાલ એક ક્લિકે

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp માં સ્ટેટ્સમાં મહત્વપૂર્ણ ફીચર આવ્યા છે. આ ના ફીચરમાં વોટ્સઅપમાંથી સીધા ફેસબુક મેસેન્જરપર સ્ટોરી શેર કરી શકો છો.આ ફીચરને છેલ્લા ઘણા સમયથી ટેસ્ટિંગ કરવામાં આવતું હતું. હવે યુઝર્સે માટે પેશ કરવામાં આવ્યું છે. જો યુઝર્સે વોટ્સએપ સ્ટોરીને પણ ફેસબુક સ્ટોરીની જેમ શેર કરો છો તો તે 24 કલાક માટે જ ઉપલબ્ધ રહેશે. આવો જાણીએ કેવી રીતે શેર કરી શકો છો ફેસબુક પર વોટ્સઅપ સ્ટેટ્સ.

Image Source

સૌ પ્રથમ પહેલા WhatsApp ઓપન કરો. ત્યારબાદ Status પર ક્લિક કરો. Status અપડેટ Create કરો. તમારા સ્ટેટ્સ શેર કરવા માટે 2 ઓપશન આવશે. નવા WhatsApp સ્ટેટ્સને આવો રીતે કરો શેર. સૌથી પહેલા WhatsApp માટે My Status પર જાવ. ત્યારબાદ Share to Facebook પર ક્લિક કરો.

અહીં Allow પર ટેપ કરશો તો સામે Facebook એપ ખુલશે. Facebook એપમાં એ લોકોને સિલેક્ટ કરો, જેની સાથે તમે સ્ટેટ્સ શેર કરવા માંગો છો. ફરી Share Now પર ક્લિક કરો. પ્રોસેસ ખતમ થયા બાદ WhatsApp રિઓપન થઇ જશે.

Image Source

આ ફીચરની સૌથી ખાસ વાત એ છે કે, WhatsApp સ્ટેટ્સ ડીલીટ કર્યા અબ્દ પણ ફેસબુક પર શેર કરેલી સ્ટોરી રહેશે. આ સિવાય સ્ટેટ્સ શેર કરતી વખતે એ વાત જરૂરી છે કે, શેર કરવામાં આવેલું વોટ્સઅપ સ્ટેટ્સ ફેસબુક સ્ટોરીમાં સ્ક્રીનશોટ જેવું દેખાશે. આ માટે વોટ્સઅપ સ્ટેટ્સ શેર કરો છો તો ફેસબુક સ્ટોરીમાં ફક્ત ફોટો અથવા પિક્ચર ટેક્સ્ટ જ દેખાશે.

WhatsAppના બીજા ફીચરની વાત કરવામાં આવે તો મ્યુટ કરેલા વોટ્સઅપ સ્ટેટ્સને હાઇડ કરી શકો છો. અત્યાર સુધી તમે કોઈના સ્ટેશને મ્યુટ જ કરી શકતા હતા. તે સૌથી નીચે Mute સેક્સનમાં જ દેખાતા હતા.

Image Source

Status Hide ફીચર આવ્યા બાદ તે સ્ટેટ્સ તમને દેખાશે જ નહીં. પરંતુ તે Hideસેક્સનમાં જ જોવા મળશે. પરંતુ આમ યુઝર્સેને ફાયદો એ થશે કે, હાઇડ કરેલું સ્ટેટ્સ નહિ દેખાઈ.

Image Source

WhatsApp પર મ્યુટ કરી દીધેલા હાઇડ સ્ટેટ્સની હાલ તો ટેસ્ટિંગ ચાલી રહી છે. WhatsAppની ખબરોને લગાતાર ટ્રેક કરવા વળી વેબસાઈટના એક રિપોર્ટ અનુસાર, Androidના Beta વર્ઝનમાં Hide ફીચર આપવાનું શરૂ કર્યું છે.
આ ફીચર ફક્ત એન્ડ્રોઈડમાં જ આપવામાં આવશે કે આઇફોન યુઝર્સને પણ લાભ મળશે તે હજુ સુધી નક્કી થયું નથી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.