ખબર

ખુશખબર: WhatsAppમાં એ ફિચર આવશે જેની લોકો ક્યારના રાહ જોતા હતા, મજા પડી જશે લોકોને

આજે WhatsAppમાં એવા ઘણા અલગ-અલગ ફીચર છે. તમે ફેસબુકની જેમ ગમે ત્યારે ગમે તે સમયે ખોલી શકશો. પરંતુ હાલમાં જ વોટસઅપમાં પણ એક એવું ફીચર આવ્યું છે જેને લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હતા.

લોકપ્રિય મેસેજિંગ WhatsAppનો ઉપયોગ એક સમયે એક જ સ્માર્ટફોનમાં કરવામાં આવતો હતો. કોઈ બીજા ડિવાઇસ પર લોગીન કરવા માટે પહેલા ડિવાઇસ પરથી લોગઆઉટ કરવું પડતું હતું. પરંતુ હવે યુઝર્સને એક એવું નવું ફીચર મળશે જેના કારણ એક જ સમયમાં મલ્ટીપલ ડિવાઇસ પર WhatsAppનો ઉપયોગ કરી શકશે.

Image Source

મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીએ આ નવા ફીચર પર કામ કરવાનું શરૂ પણ કરી દીધું છે, જેને જલ્દી જ રોલઆઉટ કરી દેવામાં આવશે. જણાવી દઈએ કે, નવા ફીચર આવ્યા બાદ WhatsApp બાદ મેસેજની પ્રાઈવર્સી માટે end-to-end encrypted રહેશે.

Image Source

એક રિપોર્ટ અનુસાર, WhatsAppએક એવા ફીચર પર કામ કરવા જઈ રહ્યું છે જે એક સમયમાં જ મલ્ટિપલ ડિવાઇસમાં ઉપયોગ કરવા માટે WhatsAppને લોગ ઈન કરી શકશો. આ સિવાય ફોનથી તમે WhatsApp Web પર પણ તમે તમારું એકાઉન્ટ લોગઈન કરી શકશો. પરંતુ નવી ફીચર આવ્યા બાદ WhatsAppને મલ્ટિપલ ડિવાઇસમાં ઉપયોગ કરવા માટે પહેલા ડિવાઇસથી લોગઆઉટ કરવાની આવશ્યકતા નહીં રહે. WhatsAppના આ ફીચરની સાથે પ્રાઈવર્સી અને સિક્યોરિટી પર પણ ફોકસ કરવામાં આવશે.

Image Source

હાલમાં જ કંપનીએ WhatsAppમાં નવા એન બેહદ જરૂરી ફીચર અપડેટ કર્યા છે, આ ફીચરની મદદથી યુઝર્સે તેના કોન્ટેક્ટ્સને આસાનીથી મ્યુટ અને ઇગ્નોર કરી શકશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.