આપણા દેશમાં અચાનક આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે, અને કેટલાય લોકો આવી ઘટનાઓમાં મૃત્યુ પામ્યા છે. પણ છતાં પણ આવી ઘટનાઓ આપણા દેશમાં અટકતી નથી. સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 20થી વધુ બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આમ છતાં પણ આપણે ત્યાં તંત્ર હજુ પણ ઊંઘયા જ કરે છે. આ બધા જ બાળકોને સહીસલામત બચાવી શકાયા હોત, જો આ ઇમારતમાં ફાયર એક્ઝિટ હોત કે આ બાળકોને યોગ્ય માહિતી હોત.

આ ઘટના બાદ આજે યાદ આવે છે ઘણા વર્ષો પહેલા બનેલી એક આગની ઘટના. ઘણા વર્ષ પહેલા દિલ્લીની જેપી હોટેલમાં આગ લાગી હતી. આ હોટલમાં ઘણા બધા ટુરિસ્ટ એ સમયે હાજર હતા. જેમાંથી કેટલાય લોકો ભારતીય હતા તો કેટલાક વિદેશી ટુરિસ્ટ પણ હતા. પણ જો તમને ખયાલ ન હોય તો જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા મોટેભાગે ભારતીયો હતા. અને વિદેશી ટુરિસ્ટ આગથી આબાદ રીતે બચી ગયા હતા.

વિદેશી ટુરિસ્ટ આગથી આબાદ રીતે બચી ગયા એનું કારણ એ લોકોને મળેલું જ્ઞાન હતું. જયારે આગ લાગી ત્યારે વિદેશી ટુરિસ્ટોએ એમના રૂમના દરવાજા અને બારીઓ પણ ચાદરો અને ગોદડાંઓ મૂકી દીધા હતા જેથી રૂમની બહારથી ધુમાડો રૂમની અંદર ન આવે. આ સિવાય તેઓએ બધાએ ભીનો રૂમાલ પોતાના નાક અને મોં આડે મૂકી દીધો હતો જેથી શ્વાસમાં ધુમાડો ફેફસામાં ન જાય. અને તેઓ ચાદરો ભીની કરીને પોતાની ફરતે લપેટીને જમીન પર આડા પડી ગયા હતા કારણ કે ધુમાડો હલકો હોવાથી એ ઉપર જ જશે નીચે નહિ રહે. આ જ ઉપાયોને કારણે વિદેશી ટુરિસ્ટો બચી ગયા હતા. જયારે ભારતીયોને આ ઉપાય વિશે જાણકારી ન હતી જેથી તેઓના શ્વાસમાં ધુમાડો ગયો અને તેઓના મૃત્યુ થયા.

જયારે આગ લાગે ત્યારે મોટેભાગે મૃત્યુ આગમાં બાળવાથી નહિ પણ ધુમાડો શ્વાસમાં જવાથી ગૂંગળાઈને લોકો બેહોશ થઇ જાય છે અને આગની ઝપેટમાં આવી જાય છે. જેથી આગ લાગે ત્યારે અમુક બાબતોનું ધ્યાન રહેવું જોઈએ. સૌથી પહેલા તો આગ લાગે ત્યારે ભાગદોડ ન કરીને 100, 101 કે 102 નંબર પર ફોન કરીને પછી જે તે રૂમના બારી બારણા બંધ કરીને મોઢા પર ભીનું કપડું બાંધીને નીચે સુઈ જવું જોઈએ, જેથી ધુમાડાની અસર તમને ન થાય. આ પછી આગથી બચવાના બીજા ઉપાયો વિશે વિચારવું જોઈએ અને ફાયરબ્રિગેડના આવવાની રાહ જોવી જોઈએ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks