શ્રાવણ મહિનામાં મહિલાઓ આ 4 ભૂલ ન કરતા, નહીં તો મહાદેવ થઇ જશે નારાજ….

ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આઠમાં મહિનાનું નામ શ્રાવણ છે. આ મહિનો અષાઢ પછી અને ભારદવા પહેલાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય અને ધર્મના જાણકાર પં. ગણેશ મિશ્રાના કહેવા પ્રમાણે હિંદુ પંચાંગમાં બધા જ મહિનાનું નામ નક્ષત્રો ઉપર આધારિત છે. આ મહિનાના દેવતા શુક્ર છે અને ભગવાન શિવ સાથે આ મહિનામાં ભગવાન વિષ્ણુના શ્રીધર સ્વરૂપની પૂજા કરવી જોઇએ.

આ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મહિલાઓ પણ ખાસ પ્રકારના દરેક ઉપાયો કરતી હોય છે. મોટાભાગે જોવામાં આવે છે કે પોતાના ઘરોમાં ભગવાન શિવની પૂજા-પાઠ કરતી વખતે મહિલાઓ સુંદર શૃંગાર કરીને તૈયાર થાય છે. પણ જણાવી દઈએ કે શૃંગાર કરતી વખતે મહિલાઓએ અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીંતર ભગવાન શિવ નારાજ થઇ શકે છે. આવો તો તમને જણાવીયે આ ખાસ બાબત વિશે..

1.મહેંદી:

પવિત્ર એવા શ્રાવણ મહિનામાં મહેંદીનું પણ પોતાનું અલગ જ મહત્વ માનવામાં આવ્યું છે.આ મહિનામાં નવવિવાહિતા પોતાના હાથોમાં મહેંદી લગાવે છે

તો તેનો પતિ પણ એટલો જ વધારે તેને પ્રેમ કરે છે.ધ્યાન રાખો કે શ્રાવણ મહિનામાં પોતાના હાથોમાં મહેંદી લગાવતી વખતે ભગવાન શિવનું ચિત્ર ચોક્કસ બનાવો, એવું કરવાથી ભગવાન શિવ તમારી દરેક ઈચ્છઓ પૂરી કરી દેશે.

2.કાળા રંગનો ચાંદલો ન લગાવવો:

મહિલા માટે શ્રાવણ મહિનામાં ભગવાનની પૂજા વખતે લાલ કે લીલા રંગનો ચાંદલો લગાવવો શુભ માનવામાં આવે છે પણ જણાવી દઈએ કે ભૂલથી પણ મહિલાઓએ કાળા રંગનો ચાંદલો લગાવવો ન જોઈએ.

3. કાળા રંગની સાડી ન પહેરવી:

શ્રાવણ મહિનામાં વિવાહિત મહિલાએ ક્યારેય પણ ભૂલથી કાળા રંગની સાડી પહેરવી ન જોઈએ. બને ત્યાં સુધી આ અવસર પર લાલ કે લીલા રંગની સાડી પહેરવી વધારે શુભ માનવામાં આવે છે. જો તમે શ્રાવણ મહિનામાં કાળા રંગના કપડા પહેરો છો તો ભગવાન શિવ નારાજ થઇ શકે છે અને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.

4.સિંદૂર:

શ્રાવણ મહિનામાં મહિલાઓએ એકદમ લાલ ચટાકેદાર રંગનું જ સિંદૂર લગાવવું જોઈએ.માનવામાં આવે છે કે ચટાકેદાર લાલ રંગનું સિંદૂર લગાવવાથી પતિનું આયુષ્ય લાંબુ થાય છે અને ભોળાનાથ પણ જલ્દી પ્રસન્ન થઇ જાય છે.માટે આ મહિનામાં ભગવાનની પૂજાના સમયે આ ખાસ વાતોનું ચોક્કસ ધ્યાન રાખજો.

YC