કરોડોની સંપત્તિની માલકિન છે જયા કિશોરી, લગ્ન માટે રાખી છે ખાસ શરત- શું તમે જાણો છો જયા કિશોરીનું અસલી નામ

જયા કિશોરીનું અસલી નામ જાણીને તમે વિચારે ચડી જશો, લગ્ન માટે રાખી છે ખાસ શરત, કરોડોની છે માલકિન

કથાવાચિકા અને ભજનગાયિકા જયા કિશોરી માત્ર દેશમાં જ નહિ પણ વિદેશોમાં પણ ફેમસ છે. રીપોર્ટ્સ અનુસાર, જયા 9 વર્ષની વયથી આધ્યાત્મિકતા સાથે સંકળાયેલી છે. જણાવી દઇએ કે, જયા કિશોરીનું અસલી નામ જયા શર્મા છે. જયા કિશોરી લાઇફ મેનેજમેન્ટ ટીપ્સ અને પ્રેરણાત્મક ભાષણ માટે જાણીતી છે. તે સેમિનારો અને વેબિનાર્સ દ્વારા જીવન સંબંધિત વિવિધ વિષયો પર સમય સમય પર બોલતી રહે છે. સોશિયલ મીડિયા પરના તેમના અનુયાયીઓ લાખોમાં છે. જયા કિશોરી ફરી એકવાર હેડલાઇન્સમાં છે.

આ વખતે તેમના લગ્ન વિશે વાત થઈ છે. છત્રપુરના બાગશ્વર ધામના પીતાધિશ્વર પંડિત ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને જયા કિશોરીના લગ્નએ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ કર્યુ હતું. આના પર, ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આ વાતને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે. બીજી તરફ જયા કિશોરીએ તાજેતરમાં જ લગ્ન વિશે ખુલીને વાત કરી હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.જેમાં તે કહી રહ્યા છે કે મને ખબર નથી કે હું ક્યારે લગ્ન કરીશ.

પણ એટલું મને ખબર છે કે હજી ઘણો સમય છે લગભગ ત્રણ-ચાર વર્ષ તો ખરી જ. તો આના વિશે બિલકુલ પણ ના વિચારો. જણાવી દઇએ કે, જયા કિશોરીના લગ્નને લઈને અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. લગ્ન વિશે જયા કિશોરીનું શું મંતવ્ય છે તે જણાવીએ તો જયા કિશોરી કહે છે કે તેણે લગ્ન માટે એક ખાસ શરત રાખી છે. તે ફક્ત તેને જ જીવન સાથી બનાવવાનું વિચારી શકે છે જે આ શરત પૂરી કરે છે.જયા કિશોરીની શરત એવી છે કે જ્યાં તેના લગ્ન થાય ત્યાં તેના માતા-પિતાએ પણ તેની આસપાસ શિફ્ટ થવાનું છે.

જયા કિશોરી તેના માતા-પિતાને ખૂબ પ્રેમ કરે છે અને તેમનાથી દૂર રહેવા માંગતી નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે જો તે કોલકાતામાં લગ્ન કરે તો તે વધુ સારું રહેશે, કારણ કે તેના માતા-પિતા ત્યાં રહે છે. જયા કિશોરીની સોશિયલ મીડિયામાં ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. જ્યાં ફેસબુક પર તેના 8 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, ત્યાં ટ્વિટર પર લગભગ 5 મિલિયન ફોલોઅર્સ છે અને ઇન્સ્ટા પર 4.7 મિલિયન ફોલોઅર્સ છે.ઈન્સ્ટાગ્રામ પર તે માત્ર 28 લોકોને જ ફોલો કરે છે.

જેમાં ટોપ પર છે સ્ટેન્ડઅપ કોમેડીમાં ખાસ નામ બનાવનાર ઝાકિર ખાન, આ સિવાય તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, મિશેલ ઓબામા, અનુપમ ખેર, દિવ્યા ખોસલાકુમાર, સદગુરુ અને OTT સ્ટાર વિક્રાંત મેસીને ફોલો કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયા કિશોરી કરોડપતિ છે. તેમની પાસે 4 થી 5 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

Shah Jina