2 મિનિટમાં 22 થપ્પડ મારનાર યુવતીની વાતો સાંભળી અને માથું પકડી લેશો ! કહ્યું મને આટલી બધી બીમારીઓ છે

સોશિયલ મીડિયા અને ન્યુઝ મીડિયામાં લખનઉમાં કેબ ડ્રાઈવરને થપ્પડો મારવાનો કિસ્સો હાલ ખુબ જ ચર્ચામાં છે. આ મામલામાં થપ્પડ મારનાર યુવતી એફઆઈઆર દાખલ થયા બાદ સફાઈ આપતી નજર આવી છે. તેનું કહેવું છે કે ટ્રાફિક સિગ્નલ રેડ હોવા છતાં પણ કેબ ડ્રાઈવર ખુબ જ ઝડપથી કાર ચલાવી રહ્યો હતો. યુવતીએ દાવો કર્યો છે કે તેને પોતાની સુરક્ષા માટે કેબ ડ્રાઈવરને માર્યો છે.

આજતકની રિપોર્ટ પ્રમાણે યુવતીનું કહેવું છે કે, “મને હાર્ટની પ્રોબલમ છે, કિડનીની પ્રોબલમ છે. હું હંમેશાની જેમ ત્યાં વોકિંગ કરવા માટે ગઈ હતી. અવધ ચાર રસ્તા ઉપર પહોંચતા જ મેં જોયું કે સિગ્નલ લાલ થઇ ચૂક્યું છે. પરંતુ ટ્રાફિક પોલીસને તેનાથી કોઈ પ્રોબ્લમ નહોતો. ગાડીઓ પસાર થઇ રહી હતી.  એવામાં તે માણસ આવે છે, એવું લાગે છે કે તે મને ઉડાવી જ દેશે. રેડ થવા છતાં પણ હું કાયદાને ફોલો કરીને ચાલી રહી હતી.  એવામાં એક ક્ષણ આવી જયારે મને લાગ્યું કે તે મને હિટ કરી દેશે.”

યુવતીએ એવો આરોપ પણ લગાવ્યો છે કે કેબ ડ્રાઈવરના સાથી તેને 300 મીટર સુધી મારતા મારતા લઇ ગયા હતા. તેને પોતાના શરીર ઉપર અને હાથ ઉપર વાગવાના નિશાન પણ બતાવ્યા. મોબાઈલમાં ફોટો અને વીડિયો બતાવતા યુવતીએ કહ્યું કે, “મારા ચહેરા ઉપર એટલું માર્યું છે. હાથ ઉપર પણ વાગ્યું છે. આજ પહેર્યું હતું મેં તે દિવસે. મારા ચશ્મા તૂટી ગયા. જ્યારે આ પડી જાય છે ત્યારે મને કઈ નથી દેખાતું.”

આ મામલાની અંદર હવે કેબ ડ્રાઈવર ઉપરાંત યુવતીએ હવે પોલીસ ઉપર પણ આરોપ લગાવ્યા છે. ડ્રાઈવરનો આરોપ હતો કે પોલીસ સ્ટેશનમાં માત્ર યુવતીનું જ સાંભળવામાં આવ્યું હતું. અને તેને પીડિત હોવા છતાં પણ જેલમાં પુરી દેવામાં આવ્યો હતો. તો આ બાબતે યુવતીએ કંઈક અલગ જ નિવેદન આપ્યું.

યુવતીનું કહેવું છે કે, “સીસીટીવીમાં ટ્રાફિક લાઈટ નથી દેખાઈ રહી. પબ્લિક પસાર થઇ રહી છે. પરંતુ પોલીસ તેમને નથી રોકી રહી. એક સમય આવે છે જયારે લાગે છે કે ગાડીઓ મને હિટ કરીને નીકળી જશે. ત્યારે પણ પોલીસ ઉભા રહીને જોયા કરે છે. જયારે હું તેને રોકુ છું વાયલોશન ઓફ લોમાં, સેલ્ફ ડિફેન્સમાં તો પોલીસ ઉભી રહીને જુએ છે. જયારે લોકો મને 300 મીટર મારતા લઇ જાય છે ત્યારે પણ પોલીસ ઉભી રહીને જુએ છે. આ શું છે ?”

તો ડ્રાઈવરને મારવા ઉપર પણ યુવતીએ ગજબનો તર્ક આપ્યો હતો. તેનું કહેવું છે કે તેને એટલા માટે તેને માર્યો કે તેને બે વર્ષ બહુ જ માર ખાધો છે. જેના બાદ તે પોતાના વાગેલા નિશાન બતાવે છે.

હવે આ મામલાથી જોડાયેલા ઇન્સ્પેકટર અને દરોગાએ એકબીજા ઉપર આરોપ લગાવવાના શરૂ કરી દીધા છે. આજતક સાથે જોડાયેલા આશિષ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે ઈન્સ્પેક્ટરે દરોગા ઉપર લંચ લેવાનો આરોપ લગાવ્યો છે. તો દરોગાએ પણ ઇન્સ્પેકટર ઉપર આરોપ લગાવ્યો છે કે તેને ગાડીની જાણકારી હતી. તે છતાં પણ તેને ગાડી છોડી દીધી. દરોગાના જણાવ્યા પ્રમાણે જો મામલો હાઈલાઈટ થશે તો બલીનો બકરો તેને જ બનવું પડશે.

આ ઉપરાંત કેબ ચાલકનો પણ પોલીસ ઉપર લંચ લેવાનો આરોપ છે, પોલીસે કેબ છોડવા માટે 10 હજાર રૂપિયાની લાંચ લીધી છે. આ મામલામાં હવે કૃષ્ણાનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહેશ દૂબેનું નિવેદન પણ સામે આવ્યું છે, તેમનું કહેવું છે કે, “કેબ છોડવામાં આવી. ક્યારે 10 હજાર રૂપિયા લેવામાં આવ્યા ? જેનો આરોપ પીડિતે લગાવ્યો છે. દરોગાએ કેવી રીતે લેણ દેણ કરીને છોડ્યો તે તેની જવાબદારી છે.”

તો આ કેસથી જોડાયેલા ભોલા ખડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દરોગા હરેન્દ્ર યાદવે લાંચના આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમને કહ્યું છે કે લાંચ લેવાની કોઈ સાબિતી હોય તો રજૂ કરવામાં આવે.  તેમને કહ્યું કે, :પોલીસ સ્ટેશનમા એસયુવી અને કેબ બંને ગાડીઓ આવી હતી. તેની સંપૂર્ણ જાણકારી કૃષ્ણાનગર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને હતી. કારણ કે કોઈપણ કામ સ્ટેશન ઇન્ચાર્જ વિના નથી થતું. પરંતુ હવે બલીનો બકરો મને જ બનાવવામાં આવશે. કારણ કે બધી જ વસ્તુઓની જવાબદારી મારા ઉપર જ નાખવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં દરોગા જ બલીનો બકરો બને છે. જયારે પોલીસ સ્ટેશનના બધા જ વ્યક્તિ અને પોલીસકર્મીઓ નિવેદન આપી શકે છે કે એસયુવી અને કેબની ચાવી પોલીસ સ્ટેશનના મુન્શી પાસે હતી જેની જાણકરી ઇન્સ્પેકટર સાહેબને હતી.”

રિપોર્ટની અંદર જે એસયુવી કારની વાત કરવામાં આવી રહી છે તે કેબ ડ્રાઈવર સહાદત અલીના પરિચિતની જણાવવામાં આવી રહી છે. અલીના પરિચિત એસયુવી કાર મંગાવીને કૃષ્ણાનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ ગાડી એટાના એસડીએમ અબ્દુલ કલામની હતી. યુવકોએ પોતાને એસડીએમના સંબંધી જણાવ્યા છે. આરોપ છે કે પોલીસે કેબ અને એસયુવી બંનેને સાથે ઉભી કરી દીધી. જેની જાણકારી એસડીએમને મળતા જ તેમને એસપીને એસયુવી છોડવાનો આદેશ આપ્યો. જેના બાદ એસયૂવીને છોડી દેવામાં આવી.

Niraj Patel