જાણવા જેવું

ફાંસી આપતા પહેલા જલ્લાદ આરોપીના કાનમાં આ વાત કહે છે જેનાથી અપરાધીની આત્મા પણ થરથર કાંપી ઉઠે છે

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ ગુનેગારને ફાંસીની સજા સંભળાવ્યા પછી તેને ફાંસીની કેવી રીતે આપવામાં આવે છે અને જલ્લાદ તે વ્યક્તિને કઈ રીતે ફાંસી આપે છે… આપણા દેશમાં કોઈપણ ગુનેગારને ફાંસી આપવામાં આવે તે પહેલાંની કેટલીક ઔપચારિકતા હોય છે અને કેટલાક નિયમો હોય છે, જેના પછી તેને ફાંસી આપવામાં આવે છે. ઔપચારિકતાઓ પુરી કર્યા વિના ફાંસીની પ્રક્રિયાને અધૂરી માનવામાં આવે છે.

Image Source

ફાંસી આપવાના નિયમમાં, લટકાવવાનો સમય, ફાંસીનો ફંદો વગેરે પ્રક્રિયાઓ સામેલ હોય છે. જણાવી દઇએ કે, જ્યારે કોઈ ગુનેગારને અદાલતમાં ફાંસીની સજા સંભળાવવામાં આવે છે, ત્યારે પેનની નિબ તોડી દેવામાં આવે છે. જે એ વાતનું પ્રતીક હોય છે કે હવે તે વ્યક્તિનું જીવન સમાપ્ત થઈ ગયું છે. ફાંસી પર લટકાવવાના સમયે જેલ અધિક્ષક, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જલ્લાદ અને ડોક્ટર હાજર રહે છે. તેમના વિના ફાંસી આપવામાં નથી આવતી.

Image Source

ફાંસી પર લટકાવવાનો સમય સવારે વહેલો આપવામાં આવે છે કારણ કે જેલની માર્ગદર્શિકા હેઠળ જેલના તમામ કામો સૂર્યોદય પછી કરવામાં આવે છે. ફાંસીને કારણે જેલના બાકીના કામ પર અસર ન પડે એટલા માટે ફાંસીનો સમય વહેલી સવારનો હોય છે. સાથે જ કેદીને ફાંસી આપ્યા બાદ, પરિવારના સભ્યોને પણ સવારે અંતિમ સંસ્કાર કરવા માટે સમય મળી છે.

Image Source

કેદીને ફાંસી આપવામાં આવે તે પહેલાં તેને નવડાવવામાં આવે છે અને નવા કપડા પહેરાવવામાં આવે છે. જે બાદ તેને ફાંસીના ફંદા સુધી લાવવામાં આવે છે. જણાવી દઈએ કે, લટકાવવા પહેલા વ્યક્તિની છેલ્લી ઇચ્છા પૂછવામાં આવે છે. જેમાં પરિવારને મળવું, સારું ખાવાનું અથવા અન્ય ઇચ્છાઓ સામેલ હોય છે. જે પણ આ વ્યક્તિ પોતાનું જીવન સમાપ્ત કરતા પહેલા કરવા માંગતો હોય.

Image Source

જે ગુનેગારને ફાંસી પર લટકાવવાનો હોય છેલ્લી ઘડીમાં માત્ર જલ્લાદ જ તેની સાથે હોય છે. જણાવી દઈએ કે સૌથી મોટું અને સૌથી મુશ્કેલ કામ જલ્લાદનું જ હોય છે. આપણા દેશમાં, જ્યારે કોઈ ગુનેગારને ફાંસી આપવામાં આવે છે, ત્યારે તે સમયે જલ્લાદ ગુનેગારના કાનમાં ફાંસી આપતા પહેલા કંઈક કહે છે અને તે પછી જ ગુનેગારને ફાંસી આપવામાં આવે છે.

Image Source

ત્યારે જલ્લાદ ગુનેગારને ફાંસી પર લટકાવતા પહેલા કાનમાં કહે છે કે ‘હિંદુઓને રામ રામ અને મુસ્લિમોને સલામ, હું મારી ફરજ આગળ મજબૂર છું. હું તમારી સત્યના રસ્તા પર ચાલવાની કામના કરું છું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.