ફિલ્મી દુનિયા

શું છે રિયા ચક્રવતી પર થયેલો NDPS એક્ટ કેસ, કેવી રીત મળે છે સજા-જાણો સમગ્ર વિગત

આપણે દરરોજ નવા-નવા સમાચારો અખબારમાં જોવા મળે છે. આ વાત કોઈ માટે નવી ના હતી. નશાના કારણે ઘણા ઘર બરબાદ થઇ જાય છે. રિયા ચક્રવર્તી પર ડ્રગ્સ લેવાનો અને આપવાનો આરોપ છે. આ આરોપ બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Image source

હવે સવાલ ઉઠે છે કે એનડીપીએસ એક્ટ શું છે ?

આ કાનૂન નશીલા પદાર્થનું સેવન,વેચવાનો લઈને એક કાનૂન છે. તેનું નામ છે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ,1985. આ કાનૂનને નશીલી દવા અને માદક પદાર્થ અધિનિયમ 1985 પણ કહેવામાં આવે છે. સંસદ દ્વારા  વર્ષ 1985માં આ કાયદો પસાર કર્યો હતો. આ કાયદો કોઈપણ વ્યક્તિને ડ્રગના ઉત્પાદન, ખેતી, ખરીદી, સ્ટોર, પરિવહન અથવા વપરાશ માટે પ્રતિબંધિત કરે છે. આ કાનૂનમાં અત્યાર સુધી ત્રણ વાર 1988, 2001 અને 2014માં બદલાવ આવ્યો છે. એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત દવાઓનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા  યાદી જાહેર કરવામાં આવે  છે. આ લિસ્ટ સમય-સમય પર બદલાતું રહે છે.

Image source

એનડીપીએસ એક્ટમાં કઈ-કઈ સજા હોય છે.
એનડીપીએસ એક્ટ હેઠળ મુખ્ય ત્રણ પ્રકારની સજા હોય છે. આ સજા પ્રતિબંધિત પદાર્થની માત્રાના આધાર પર હોય છે. માત્રાના આધાર પર ત્રણ પ્રકારની સજા હોય છે.

Image source

1. અલ્પ માત્રા અથવા ઓછી માત્રા. જેમાં એક વર્ષની સજા હોય છે. અથવા 10 હજાર સુધીનો દંડ લગાવવામાં આવી શકે છે. અથવા એક વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાનો દંડ બંને થઇ શકે છે. આ પ્રકારના અપરાધમાં જામીન થઇ શકે છે. પરંતુ વારંવાર જામીન મળવા મુશ્કેલ છે.

Image source

2. વ્યાપારી માત્રા. આ અંતર્ગત 10 થી 20 વર્ષની સજા થઈ શકે છે.  એક થી બે લાખ રૂપિયા સુધીનો દંડ શામેલ છે. આવા ગુના બિનજામીનપાત્ર છે. આ ગુન્હામાં પકડાયા બાદ કોઈ જામીન નથી.

Image source

3.અલ્પ માત્રા અને વ્યાપારી માત્રા વચ્ચેના જથ્થા માટે 10 વર્ષ સુધીની દંડ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. અથવા બંને થઇ શકે છે. આ કેસોમાં જામીન મળવા કે ના મળવા તે પકડાયેલા માદક દ્રવ્યો અને પોલીસ દ્વારા લગાવવામાં આવેલી કલમો પર આધારિત છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.