ખબર

લોકસભા ચૂંટણી 2019ને લઈને લોકોનો મિજાજ શું કહે છે? જાણો ક્લિક કરીને

અમુક જ અઠવાડિયામાં દેશમાં લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ચૂંટણીને લઈને ઘણી ન્યૂઝ ચેનલોએ ઓનલાઈન સર્વે કર્યા હતા. જેમાં તેઓએ જાણવાની કોશિશ કરી હતી કે આ ચૂંટણીમાં દેશના લોકોનો મિજાજ શું કહે છે. અને જેની અપેક્ષા હતી એ જ પરિણામ આ સર્વેનું આવ્યું છે. લગભગ 80 ટકા લોકો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે.ઓનલાઇન કરાયેલા આ સર્વેમાં કેટલાક મુખ્ય પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમ કે લોકસભાની ચૂંટણીઓનું પરિણામ શું આવશે ત્યારે 80 ટકાથી વધુ લોકોનું કહેવું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકાર ફરીથી સત્તા પર આવે. ફક્ત 9.25 ટકા જેટલા લોકોનું જ કહેવું હતું કે કોંગ્રેસની સત્તાવાળી સરકાર આવશે. મોદી વિનાની NDA સરકાર આવશે એવું 4.25 ટકા લોકોનું માનવું છે જયારે 3.74 ટકા લોકોનું માનવું છે કે મહાગઠબંધન સત્તા પર આવશે.લોકોને એવો સવાલ પૂછવામાં આવ્યો કે જો આજે જ ચૂંટણી થાય તો તમે વડાપ્રધાન તરીકે કોને જોવા માંગશો, જેના જવાબમાં સૌથી વધુ જવાબો નરેન્દ્ર મોદી મળ્યા છે. 83.89 ટકા લોકોએ કહ્યું કે તેમની પ્રાથમિકતા હાલના જે વડાપ્રધાન છે એ જ રહેશે. જ્યારે ફક્ત 8.33 ટકા લોકોએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું નામ વડાપ્રધાન તરીકે લીધું. ફક્ત 1.44 ટકા લોકોએ મમતા બેનર્જીને અને 0.43 ટકા લોકોએ માયાવતીનું નામ લીધું છે.અને 5.92 ટકા લોકોએ વડાપ્રધાન તરીકે બીજાને પ્રાથમિકતા આપી છે.લોકોને પૂછવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી વર્ષ 2014માં જયારે લોકસભાની ચૂંટણી યોજાયી હતી ત્યાર કરતા વધુ લોકપ્રિય થયા છે? ત્યારે 63.03 ટકા લોકો આ વાત સાથે સહેમત થયા કે રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધી છે, જયારે 31.15 ટકા લોકો સહેમત નથી અને 5.82 ટકા લોકોએ સ્પષ્ટ જવાબ નથી આપી શક્યા.સર્વે પ્રમાણે લોકોનું કહેવું છે કે મોદી સરકારમાં ગરીબોને ઘણી સુવિધાઓ મળી છે, અને અલ્પસંખ્યકોને મોદી સરકારની સતામાં અસલામત નથી લાગી રહ્યું. ત્યારે લોકોનું એ પણ કહેવું છે કે આર્થિક રીતે પછાત લોકોને 10% અનામતનો મુદ્દો આ ચૂંટણીમાં મદદરૂપ થશે. આ ઉપરાંત લોકોનું એમ પણ માનવું છે કે રાફેલ વિવાદની લોકસભાની ચૂંટણીઓના પરિણામો પર અસર નહિ થાય.આ સિવાય હાલમાં જે રીતે ભારતીય સેનાના સીઆરપીએફના જવાનો પર પુલવામામાં આતંકી હુમલો થયા બાદ ભારત સરકારે આ હુમલાનો બદલો લેવાની વાત કહી હતી અને મોદીજીએ કહ્યું હતું કે સૈન્યને છૂટો હાથ આપી દેવામાં આવ્યો છે. પુલવામા હુમલાના 13માં દિવસે જ જે રીતે ભારતીય વાયુસેનાએ LOC પાર કરીને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીના ઠેકાણાઓ ફૂંકી માર્યા હતા, એ પછી ચારે તરફ ભારતીય વાયુ સેનાએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાહવાહી થઇ રહી છે. ત્યારે આ જોતા તો લોકસભાની ચૂંટણીઓના પરિણામો હાલ સ્પષ્ટ જણાઈ રહયા છે, તેમ છતાં અત્યારથી જ કઈં પણ કહેવું શક્ય નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks