આપણે ત્યાં ચોમાસામાં વધુ વરસાદ પડી જાય અને ડેમ ભરાઈ જાય પછી ઘણીવાર સાંભળવામાં આવતું હોય છે કે ઉપરવાસમાં વધુ વરસાદને કારણે ડેમમાંથી કેટલાક ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, પણ આપણે એ નથી જાણતા કે આ ક્યુસેક એટલે શું.
તો આજે આપણે જાણીશું કે આ ક્યુસેક (cusec)એટલે શું? cusecનું આખું વિસ્તરણ અંગ્રેજીમાં cubic foot per second or cubic feet per second થાય છે. જેને ઘન ફુટ પ્રતિ સેકન્ડ પણ કહી શકાય.

cusec પાણી કે કોઈ પ્રવાહીની માત્રાને દર્શાવવા માટેનો બ્રિટિશ પ્રણાલીનો એકમ છે, જે એક સેકન્ડમાં એક ઘનફૂટ માત્રાનું પ્રવાહી દર્શાવે છે. વહેતા પાણીને માપવાનો આ એકમ સ્વતંત્ર એકમ નથી પણ એ સમય આધારિત છે.
મેટ્રિક પ્રણાલીમાં પાણીના વહેવાની માત્રાને દર્શાવવા માટે લીટર પ્રતિ સેકન્ડ કે ઘનમીટર પ્રતિ સેકન્ડનો એકમ કામમાં લેવામાં આવે છે. એક ક્યુસેક એટલે એક સેકન્ડમાં વહેલા પાણીને માપવાનો એકમ.
1 ક્યુસેક = 28.317 લીટર પ્રતિ સેકન્ડ

1 ક્યુસેક એટલે 1 સેકન્ડમાં એક ઘનફૂટ પાણી વહી જવું, એટલે કે 28.317 લીટર પ્રતિ સેકન્ડ થયું. એટલે 1 મિનિટ પ્રમાણે 1699.2 લીટર પાણી અને એક કલાકમાં 101952 લીટર પાણી, એટલે ઉદાહરણ તરીકે જયારે આપણને જાણવા મળે કે ડેમમાંથી 500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તો તેનો અર્થ એ કે 5,09,76,000 લીટર પાણી દર કલાકે છોડવામાં આવે છે. એટલે જો આ જ હિસાબ માંડીએ તો 24 કલાકમાં કેટલા લીટર પાણી છોડવામાં આવ્યું છે એ આંકડો ખૂબ જ મોટો થઇ જાય જેની ગણતરી રાખવી મુશ્કેલ થઇ જાય.
સાથે જ વહેતા પાણીને લીટરમાં માપવું શક્ય નથી, એટલે વહેતા પાણીના એકમ તરીકે ક્યુસેક વપરાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.