બૉલીવુડ એક એવી જગ્યા છે જ્યાંથી ફેશન સેન્સ ચાલુ થાય છે. લોકો બોલીવુડની ફેશનને અનુસરવાની કોશિશ કરે છે. કારણકે ફિલ્મમાં કામ કરનારા બધા જ લોકોને મોંઘાથી મોંઘા આઉટફીટ આપવામાં આવે છે. આપણે ઘણી વાર જોતા હોય છે કે એક્ટ્રેસ કે એક્ટર ફિલ્મમાં આઉટફીટની સાથે મોંઘી જવેલરી પણ પહેરે છે. આ આઉટફીટ તે લોકોને ફિલ્મમાં કામ દરમિયાન પહેરતા હોય છે.

આ આઉટફીટ એટલા મોંઘા હોય છે કે, સામાન્ય નાગરિક તેને પહેરવાનું પણ ના વિચારી શકે. ઘણા પરિધાન એવા પણ હોય છે કે, જેની ફેશન સેન્સ અજીબો-ગરીબ હોય છે. પરંતુ શું તમને ખબર હોય છે કે, ફિલ્મના શૂટિંગ દરમિયાન પહેરેલા આઉટફીટનું આખરે શું કરવામાં આવે છે.

યશરાજ ફિલ્મ્સની સ્ટાઈલિશ આયેશા ખન્નાએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શૂટિંગ પૂર્ણ થયા બાદ વધારે પડતા કપડાને સાચવી રાખે છે. અને આ સાચવી રાખેલા આઉટફીટમાં ફિલ્મના નામનું લેબલ લગાડી દેવામાં આવે છે. ત્યારબાદ આ આઉટફીટને મિક્સ મેચ કરીને જુનિયર આર્ટિસ્ટ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આ આઉટફીટનો આ જ પ્રોડક્શન હાઉસની બીજી ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવે છે. આ આઉટફીટનો બહુજ સાતર્કતા પૂર્વક ઉપયોગ કરવામાં આવે છે, જેથી દર્શકો ખબર ના પડે કે આ ડ્રેસને અન્ય ફિલ્મમાં પહેરવામાં આવ્યો છે.

બધા આઉટફીટનું આવી રીતે નથી કરવામાં આવતું પરંતુ અમુક આઉટફીટ એક્ટર કે એક્ટ્રેસ તેની યાદગીરી તરીકે રાખી દે છે. દિલવાલે દુલહનીયા એ જાએંગે ફિલ્મમાં શાહરુખ ખાને જે જેકેટ પહેર્યું હતું તે તેને સાચવીને રાખ્યું છે.

એવું પણ કહેવામાં આવે છે જયારે હાઈ પ્રોફાઈલ ડિઝાઇનર દ્વારા કોઈ ફિલ્મમાં તેના આઉટફીટ્સ ઉપલબ્ધ કરાવે છે. આ ડિઝાઈનર ફિલ્મ પૂર્ણ થયા બાદ તેના કપડાં પાછા લઇ લે છે. દેવદાસ અને બોમ્બે વેલ્વેટ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ તે આઉટફિટ ડિઝાઈનરે પાછા લઇ લીધા હતા.

આ સિવાય આ આઉટફીટનું ઓક્સન પણ કરાવામાં આવે છે. જેથી ચેરિટી માટે દાન કરી શકાય. ફિલ્મ રોબોટમાં ઐશ્વર્યા રાય અને રજનીકાંત દ્વારા પહેરવામાં આવેલા આઉટફિટના પૈસા એનજીઓને આપવા માટે ઓનલાઇન ઓક્શન કર્યું હતું.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.