સમુદ્રમાં એક સફેદ વ્હેલે એક એવો કારનામો કરી બતાવ્યો છે કે આ વ્હેલ ન્યુઝ બની ગઈ છે અને આખી દુનિયા તેની ચાહક થઇ ગઈ છે. સોશિયલ મીડિયા પર આ વ્હેલનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં આ વ્હેલને પાણીમાંથી એક ફોન પકડીને બહાર કાઢતા દેખાડી રહયા છે.
જણાવી દઈએ કે નોર્વેના હેમરફેસ્ટ હાર્બર પર એક મહિલાનો ફોન પાણીમાં પડી ગયો, જેને આ સફેદ વ્હેલે પરત કર્યો છે. એટલે જ આખી દુનિયા આ વ્હેલની ફેન બની ગઈ છે અને આ વ્હેલ વિશ્વભરમાં ન્યુઝ બની ગઈ છે.

વાત એમ છે કે એક મહિલા પોતાનો ફોન ખિસ્સામાં મૂકી રહી હતી અને ફોન ભૂલથી પાણીમાં પડી ગયો. થોડી જ વારમાં એક બેલુગા વ્હેલે પાણીની અંદરથી આ ફોન પોતાના મોમાં દબાવીને ઉપર આવી અને આ મહિલાને ફોન પાછો લાવીને આપ્યો હતો.
આ વીડિયોના સામે આવ્યા બાદ લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહયા છે. આ વીડિયોને જોઈને કેટલાક લોકો હેરાન છે તો કેટલાક લોકો વ્હેલની સમજદારીના વખાણ કરી રહયા છે. વ્હેલની ક્યુટનેસની ચર્ચાઓ ચારે તરફ થઇ રહી છે ત્યારે આ વ્હેલ વિશે એક બીજી ચર્ચા પણ થઇ રહી છે.

આ બેલુગા વ્હેલ પર એક મશીન લગાવ્યું હતું, જેને પછીથી એક માછીમારે કાઢ્યું, જેના પર Equipment St. Petersburg લખ્યું હતું. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ મશીન શોધના ઉદ્દેશથી નોર્વે, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ દ્વારા નથી લગાવવામાં આવ્યું. તેમનું માનવું છે કે આ વ્હેલ રશિયાની જાસૂસ હોઈ શકે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે આને રશિયાની જલસેનાએ પ્રશિક્ષિત કરી હોઈ શકે છે. કહેવામાં આવે છે કે આ મશીન ગોપ્રો કેમેરાનું હોલ્ડર હતું પણ તેમાં કેમેરો ન હતો. જો કે આ વાતમાં કેટલી હકીકત છે એ વિશે કઈ જ કહી શકાય એમ નથી.
જુઓ વિડીયો:
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks