ખબર

મેરેજ હોલમાં કોવિડ ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા, ડીએમનો મગજ ફાટ્યો અને

સમગ્ર દેશમાં હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને દેશના અનેક રાજ્યમાં કોરોના બેકાબૂ થઇ રહ્યો છે. લગભગ તમામ રાજ્યોએ કડક નિયંત્રણો લગાવ્યા છે. અનેક રાજ્યમાં નાઇટ કર્ફ્યુ પણ લગાવાવમાં આવ્યો છે. નોર્થ ઈસ્ટમાં પણ કરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના વધતા કેસની વચ્ચે હવે જિલ્લા કલેક્ટર પણ મેદાનમાં ઉતર્યા છે.

પશ્ચિમ ત્રિપુરાના જિલ્લા અધિકારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક લગ્ન હોલ પર છાપેમારી કરી રહ્યા છે, જયાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડી રહ્યા હતા. આ વીડિયોમાં જિલ્લા અધિકારી શૈલેશ યાદવ ઘણા ગુસ્સામાં જોવા મળ્યા હતા અને હોલમાં હાજર પોલિસકર્મીઓને બોલી પણ રહ્યા છે.

મેરેજ હોલ પર રેડ મારતા ડીએમે કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરવા પર લગ્નમાં સામેલ લોકોને ત્યાંથી બહાર કાઢ્યા હતા. એટલું જ નહીં તેમણે દુલ્હનને સ્ટેજ પરથી ઉતરવા માટે કહ્યું, જ્યારે બાકીના અધિકારી લગ્નમાં આવેલ મહેમાનોને મેરેજ હોલમાંથી બહાર કાઢવામાં લાગ્યા હતા. ઘણાં ગુસ્સામાં જોવા મળી રહેલ ડીએમે ભાષાની મર્યાદા પણ ઓળંગી હતી, જે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે.

ડીએમે પ્રશાસનની સાથે સહયોગ ન કરવા પર પોલીસ વિરૂદ્ધ પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. ડીએમે રાજ્ય સરકારને પૂર્વના અગરતલા પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી અને કેટલાક ઓન ડ્યૂટી પોલીસ કર્મરીઓને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે, જેને જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશની અવગણના કરી હતી.