ઉત્તર પ્રદેશમાં સ્થિત ભહોદીના પીપરી ગામમાં એક અજીબ ઘટના બની હતી. પાસે આવેલ એક પાકા કુવાના તળિયામાં જોરદાર અવાજ સાથે જમીનમાં ધ્રુજારી આવી રહી હતી. એ જોઈ ગામના બધા લોકો ડરી ગયા હતા.
આ વાત જયારે પ્રશાસન સુધી પહોંચી તો તેમને કુવાની આસપાસનો વિસ્તાર ખાલી કરવાની નોટિસ આપી હતી ઉપરાંતમાં પ્રશાસને કુવા પાસે બૈરિકેડિંગ પણ કરી દીધી હતી.

વાત એમ છે કે પીપરી ગામના પ્રધાન રામ નરેશે ગામના સાર્વજનિક કુવામાં બનેલ એક મોટી સુરંગ જોઈ હતી. ત્યાર બાદથી ગામમાં ભયનો માહોલ ઉત્પન્ન થઇ ગયો હતો. પ્રધાનના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા દિવસોના ધોધમાર વરસાદ પછી છેલ્લા ચાર દિવસથી કુવાની અંદરથી જોરદાર અવાજ આવી રહ્યો હતો અને તેની આજુબાજુ ભૂકંપની જેમ ધ્રુજારી આવી રહી હતી. છેલ્લા ચાર દિવસથી ગામમાં ભયભીત માહોલ બંધાઈ રહ્યો હતો.
ગામના એક નિવાસી મુજબ ભયભીત થઇ અને મોટાભાગના લોકોએ ગામ છોડી દીધું છે. સાથે જ પ્રશાસને આપેલ નોટિસ મુજબ રવિવારની સાંજ સુધી એ કુવાની આસપાસ રહેતા દરેક લોકો કોઈ સુરક્ષિત સ્થળ તરફ પ્રલાયન કરી ચુક્યા હતા.

કુવાની અંદરની ખાલી સુરંગમાં પાણી દેખાઈ રહ્યું હતું. એ પાણી અને સુરંગ કેટલા લાંબા છે એની કોઈને જાણ નથી. તો જ્યાં સુધી સુરંગમાં દેખાતું પાણી બેસી ના જાય ત્યાં સુધી કાંઈ થઇ શકે તેમ નથી. સાથે જ આ કામ માટે પ્રસાશન પાસે કોઈ બજેટ પણ નથી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.