ખબર

ઘોર કળયુગ: આ યુવકે 2 યુવતી સાથે મંદિરમાં કર્યા લગ્ન, બેય છોકરીના માથામાં ભર્યું સિંદૂર

કહેવામાં આવે કે પ્રેમમાં અને જંગમાં બધું કુરબાન હોય છે. આપણે ઘણીવાર જોતા હોય છે કે, પ્રેમપ્રકરણની અજીબો-ગરીબ ખબરો આવતી રહે છે, કોઈ આવી ખબરોને સાંભળીને ચોંકી જાય છે તો ઘણીવાર પ્રેમના કિસ્સાઓ પણ સામે આવી જતા હોય છે. જેને સાંભળ્યા બાદ આપણે વિચારી નથી શકતા કે આવું કેમ થાય છે. હાલમાં જ પ્રયાગરાજમાં એક કિસ્સો સામે આવ્યો છે.

Image Source

અહીં એક મંડપ, બે દુલ્હન અને 1 જ દુલ્હો. એક જ સમય પર 2 લગ્ન થયા પરંતુ બંનેમાં દુલ્હો એક જ. એક યુવક તેની નવી પ્રેમિકા સાથે મંદિરમાં લગ્ન કરવા પહોંચ્યો તો તેની જૂની પ્રેમિકા ત્યાં પહોંચી ગઈ હતી. આ વાતનો જયારે હંગામો ત્યારે યુવકે બંનેની માંગમાં સિંદૂર ભરી દીધું હતું. આ સાથે જ તેને બંનેને મંગળસૂત્ર પણ પહેરાવી દીધું હતું. આ મામલો ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના કરનલગંજનો છે. આ મામલો ત્યારે લોકોને ખબર પડ્યો જયારે આ અનોખા લગ્નનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.

Image Source

એક યુવકેને તેના વિસ્તારની જ એક યુવતી સાથે પ્રેમમાં પાગલ હતો, બાદમાં આ પ્રેમપ્રકરણ વહુ સમય સુધી ચાલ્યું ના હતું. બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. આ યુવકે બીજી ગર્લફ્રેન્ડ બનાવી લીધી હતી. આ યુવક તેની બીજી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માંગતો હતો. જયારે આ યુવકની પહેલી પ્રેમિકાએ તેની જિંદગીમાં એન્ટ્રી મારી અને બીજી પ્રેમિકા વિષે જાણીને હંગામો કરી નાખ્યો હતો. પ્રેમિકાએ તેને સાફ શબ્દોમાં ધમકી આપી હતી કે, જો તેની સાથે લગ્ન નહીં કરે તો તે ઝેર ખાઈને મરી જશે.

Image Source

આ વાતને લઈને ઘણી હંગામો થયો હતો. આ બાદ યુવકે યુવતીને થપ્પડ મારી દીધી હતી. આ યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે પોલીસે થોડા દિવસ પહેલા યુવકને પ્રેમિકાને થપ્પડ મારવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

Image Source

સોમવારેની સાંજે નવી પ્રેમિકા સાથે યુવક લગ્ન કરવા પહોંચ્યો તો પૂર્વ પ્રેમિકા પણ ત્યાં પહોંચતા હંગામો થયો હતો. બાદમાં ઘરની બાજુમાં જ મંદિરમાં જઈને યુવકે બંને પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હતા. બાદમાં આ યુવક બંનેને તેની સાથે ઘરે લઇ જવાનું કહીને નીકળી ગયો હતો. પરંતુ બતાવવામાં આવી રહ્યું છે કે, યુવકના ઘરવાળાઓ એ ઘરમાં આવવા દીધા ના હતા. હાલ યુવક ક્યાં છે તેની કોઈ ખબર પડી નથી. હાલ તો આ લગ્નનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આસપાસના વિસ્તારના આ લગ્નની ચર્ચાએ જોર પકડયું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.