મનોરંજન

આ 8 સ્ટાર્સ પોતાના કરીયરની શરૂઆતમાં હતા ખૂબ જાડિયા, જોવા પણ ના ગમે એવા…

અરે બાપ રે, આ શું????? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યા પહેલા સાવ આવા હતા?

બોલિવૂડમાં હીરોઈનોના ફેન્સ ઘણા હોય છે. તેણે પહેરેલા કપડાં જોઈને અને એમાં પણ આપણી ફેવરિટ હીરોઈન હોય તો વાહ…શું લાગે છે! તેવા ઉચ્ચાર તો હોઠ પર આવી જ જાય.

Image Source

આ સુંદર લાગતી હીરોઈનોએ ફિટ રહેવા પાછળ ઘણી મહેનત કરવી પડતી હોય છે. તેમાં હીરોઈનો જ નહીં હીરો એ પણ પોતાનું શરીર ફિટ રાખવું પડતું હોય છે. બોલિવૂડની એવી હીરોઈનો અને હીરો પર નજર કરીએ જે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆતમાં ખૂબ જ જાડા હતા, તેઓએ પોતાની પહેલી ફિલ્મ માટે વજન ઘટાડ્યું છે. આવો તેવા કલાકારો પર નજર કરીએ…

1. કરીના કપૂર ખાન
બેબોની પહેલી ફિલ્મ રેફ્યુજી ભલે ફ્લોપ ગઈ હોય, પરંતુ તે પછી તેની કરિયર સારી રહી છે. શરૂઆતમાં તે ગોળમટોળ એક પંજાબી છોકરી જેવી લાગતી હતી. પરંતુ બેબોએ ફિલ્મોમાં આવવા માટે ઘણું વજન ઉતાર્યું હતું. તદ્ઉપરાંત તેણે ટશન ફિલ્મમાં બિકિપોઝ આપીને બધાને ચોકાંવી દીધા હતા. કરીના ટશન માટે ૨૦-૨૫ કિલો વજન ઘટાડયું હતું.

Image Source

તેના માટે બેબો એ ઘણી મહેનત કરી હતી. તેના માટે તે હંમેશાં કરસત કરતી રહે છે. અને યોગ્ય ડાયેટને પણ ફોલો કરે છે. કરીનાએ પ્રેગ્નેન્સી બાદ પણ વધેલા વજનને ઘટાડવા માટે ખૂબ જ મહેનત કરી હતી. અત્યારે પણ તેની ફિટનેસને જાળવી રાખવા કસરત અને ડાયેટને ફોલો કરે છે.

2. સોનાક્ષી સિન્હા
બોલિવૂડમાં સોનાક્ષી સિન્હા એક એવી અભિનેત્રી છે કે જેના ટેલેન્ટને લોકો ઓછું નજરમાં લેશે, પરંતુ તેના વજનમાં જો કોઈપણ પ્રકારનો વધારો યા ઘટાડો થાય તો તેની પર વધુ ધ્યાન આપશે. સોનાક્ષી એ જ્યારે દબંગ ફિલ્મ કરવાનું નક્કી કર્યું ત્યારે તેણે પોતાનું વજન ૩૦ કિલો જેટલું ઘટાડયું હતું.

Image Source

એ ઉપરાંત પણ તેણે ખાસું વજન ઉતાર્યું છે. સોનાક્ષીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું જિમથી નફરત કરું છું, મને જિમ શબ્દથી નફરત છે. પણ જો હું કોઈ વસ્તુ કરવાનું વિચારી લઉ તો તેની પર પૂરતું ધ્યાન આપું છું. સોનાક્ષી તેના વજન ઘટાડવા માટે એક્સરસાઈસ કરે છે. અને ડાયેટ પર પૂરતું ધ્યાન આપે છે. અને તેની મહેનત આપણે જોઈ શકીએ છીએ. કે સોનાક્ષી હવે બીજી હીરોઈનોની જેમ ફિટ દેખાય છે.

3. આલિયા ભટ્ટ
ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર માટે હજારો સુંદર છોકરીઓના ઓડિશન લેવામાં આવ્યાં હતા. પરંતુ કરણ જોહર ઇચ્છતો હતો કે આ ફિલ્મની અભિનેત્રી આલિયા બને. તેથી તેણે પાત્રની માંગ પ્રમાણે આલિયાને વજન ઉતારવા કહ્યું…અને આલિયાએ 16 કિલો વજન ઘટાડ્યુ હતું.

4. ભૂમિ પેડનેકર
એક સુંદર અભિનેત્રી તરીકે ભૂમિ પેડનેકરનો અભિનય વખણાય છે. તેની પહેલી ફિલ્મ દમ લગાકે હૈસામાં એક સાધારણ પરણીત મહિલાની ભૂમિકા કરી હતી. ત્યારે તેનું વજન ખૂબ હતું. પરંતુ તે ફિલ્મ પછી તેણે પોતાના કરિયરને વધુ સારું બનાવવા માટે પોતાની કાયા પલટ કરી નાખી હતી. ભૂમિએ ૪ મહિનામાં જ ૨૧ કિલો વજન ઉતારી નાખ્યું હતું. તે કહે છે કે વજન કંટ્રોલ કરવા માટે તેણે જમવા પર ક્યારેય નિયંત્રણ નથી કર્યું. તે જે રીતે જમતી હતી. તે રીતે જ જમતી, પરંતુ કાર્બોહાઈડ્રેટ પદાર્થોનું સેવન ઓછું કરી નાખ્યું હતું. તેને કોઈ ડાયટેશિયનની સલાહ લીધી ન હતી. તેની માતાની સલાહને માનીને ભૂમિએ પોતાનું વજન ઘટાડયું છે. અને ટોઈલેટ એક પ્રેમ કથામાં સુંદર મજાની હીરોઈન તરીકે જોઈ શકીએ છીએ.

5. પરિણીતિ ચોપરા
બોલિવૂડમાં ચંચળ અને ચુલબુલી લાગતી આ હીરોઈન એક સમયે દેખાવમાં ગોલુ મોલુ હતી. તેનું વજન વધારે હતું. દરેક વ્યક્તિ માટે શરીર ઉતારવું ઘણું મુશ્કેલ બની જાય છે. પણ જો એક વખત મન મક્કમ કરીને નક્કી કરીએ કે વજન ઉતારવું છે તો એ બની શકે છે. પરિણીતિએ ફિલ્મોમાં આવ્યા પહેલા વજન ઉતાર્યું હતું.

Image Source

તેણે ૩૦-૩૮ કિલો વજન ઉતાર્યું હતું. એણે પોતાનો લુક ચેન્જ કરીને લોકોને એક એવોર્ડ સમારંભમાં આૃર્યચકિત કરી નાખ્યા હતા. પરિણીતિએ નક્કી કર્યું હતું કે હોટ અને દેખાવા માટે, અને પોતાની પસંદના બોલ્ડ કપડાં પહેરવા માટે શરીર ઉતારવું છે. તો તેણે પોતાનું વજન ઘટાડયું. અને રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલમાં તેનો જાદુ જોવા મળે છે.

6. સોનમ કપૂર
સોનમ કપૂરે પહેલેથી જ ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા હતી. પરંતુ તેમાં તેનું જાડપણ વિલન હતું. એમ કહીએ તો પણ ખોટુ નથી. આખરે સોનમે નક્કી કર્યુ કે હવે તેણે વજન ઉતારવું જ છે. ત્યાર બાદ સોનમે 30 કિલો વજન ઘટાડ્યું અને તેનો કમાલ તેણે ફિલ્મ સાવરીયામાં જોઇ શકાય છે.

7. ઝરીન ખાન
ઝરીન ખાન એવી સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ બની રહી છે. જેનું શરીર ખૂબ જ વધુ હોય. ઝરીનનું વજન શરૂઆતમાં ખૂબ જ વધુ હતું. તેનું શરૂઆતમાં વજન ૧૦૦કિલો જેટલું હતું. ઝરીને તેનું વજન ઉતારીને ૫૫ કિલો કર્યું હતું. તેણીએ વીર ફિલ્મમાં કામ કર્યું હતું. અને તે ફિલ્મ નિષ્ફળ રહી હતી. તે ફિલ્મ પછી ઝરીને પોતાનું શરીર ઓછું કરવા માટે ઘણી મહેનત કરી અને તેણે સંપૂર્ણ ડાયેટ પ્લાન ફોલો કરીને પોતાનું શરીર ઉતાર્યું હતું એ પછી ઝરીને આઈટમ સોન્ગ કર્યા અને ફિલ્મ હાઉસફુલ-૨માં તેનું ફિટ બોડી જોવા મળી હતી.

8. અર્જુન કપૂર
ઈશ્કજાદે ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કરનાર અર્જુન કપૂર દર્શકોનો ચહીતો બની ગયો છે. તેણે ટૂંક સમયમાં દીપિકા પદૂકોણ, પ્રિયંકા ચોપરા, અને આલિયા ભટ્ટ જેવી હીરોઈનો સાથે રોમાંસ કરતો જોવા લાગ્યા છીએ. આ રોમેન્ટિક હીરો આટલો સરસ લાગે છે. એની પાછળનું કારણ એને કરેલું ડાયેટ છે.

Image Source

અર્જુનની જે સિક્સ પેક બોડી જોઈને આપણે ખુશ થઈએ છીએ. તે કદાચ જો પહેલા જોઈ હોત તો કંઈક અલગ જ હોતું. અર્જુનનું વજન શરૂઆતમાં ૧૪૦ કિલો હતું. તેણે પોતાનું વજન ઉતારવા માટે ઘણી મહેતન કરી છે. તેણે સખત કસરત અને સંપૂર્ણપણે ડાયેટને ફોલો કર્યું છે. હંમેશાં સ્ત્રીઓ જ સુંદર દેખાવા બોડી ફિટ રાખે છે. એવું નથી પુરુષોને પણ પોતાનું શરીર ફિટ રાખવા મહેનત કરવી પડતી હોય છે.

Image Source