હેલ્થ

પૈસા ખર્ચ્યા વગર ઘટાડ્યું અધધધ 10 કિલો વજન, જીમમાં પણ જવાની નથી જરૂર- જાણો ટિપ્સ

આજના સમયમાં વધતું વજન આપણા બધાની જ માટે એક સમસ્યા બની ચૂક્યું છે. એક સંશોધન અનુસાર, દુનિયામાં દર 100માંથી 40 લોકો આ સમસ્યાથી ઝૂઝી રહયા છે. વધતા વજનથી હાર્ટએટેક, ખરાબ રક્ત સંચાર, શરીરની કમજોરી, વગેરે સમસ્યાઓ થવા લાગે છે.

જે ઘણીવાર જીવલેણ સાબિત પણ થાય છે. એમ તો આજકાલ બજારમાં એવી ઘણી પ્રોડક્ટ્સ મળે છે કે જે ચપટીમાં જ વજન ઓછું કરવાનો દાવો કરે છે પણ એના નુકશાન પણ ઘણા હોય છે. એટલે જ લોકો વજન ઘટાડવા માટે જિમ જાય છે.

Image Source

લોકો જિમમાં ખુબ પરસેવો વહાવે છે, જેથી તેઓ વજન ઘટાડી શકે. પણ ઘણા મહિનાઓ સુધી લોકો જિમમાં જાય છે માત્ર અમુક જ કિલો વજન ઉતારવા માટે. પણ એક 25 વર્ષની યુવતીએ જિમમાં ગયા વગર જ 2 મહિનામાં 10 કિલો વજન ઉતારી લીધું હતું. તેમનું વજન 60 કિલો થઇ ગયું હતું. લગ્ન બાદ તેનું વજન વધી ગયું હતું, જેના કારણે તે તેની ઉમર કરતા વધુ મોટી દેખાતી હતી. જેથી તેને વજન ઘટાડવાનું નક્કી કર્યું.

Image Source

જિમમાં ન જવાને બદલે અપનાવ્યો આ ડાયટ પ્લાન:

  • સવારે ખાલી પેટે લીંબુનો રસ અને મધ મેળવીને પીતી
  • બ્રેકફાસ્ટ – થોડા સુકામેવા અને એક બાફેલા ઈંડાનુ સેવન, અથવા બાફેલા ચણા અને સફરજન
  • લંચ – એક કપ ગ્રીન ટી સાથે ૪ બિસ્કીટ
  • ડિનર – 8 વાગે રોટલી, શાક અને ભાત, સલાડ
Image Source

તે રાતે 8 વાગ્યા પછી ભોજન લેતી ન હતી. ઓછું પાણી પીવાંની આદત બદલી નાખી. દિવસમાં 3થી 4 લીટર પાણી પીતી હતી. સ્ટ્રીટ ફૂડ, જંક ફૂડ, ઓઈલી ફૂડ ખાવાનું બંધ કરી દીધું. તેણે આ બધું એકદમથી નહીં પણ ધીમે ધીમે શરૂ કર્યું. દિવસમાં 5 વાર ગ્રીન ટી પીતી હતી. લો કેલેરીવાળો ખોરાક લેવાનું રાખ્યું હતું. બટાકા અને ખાંડ ખાવાનું સદંતર બંધ કરી દીધું હતું.

Image Source

જીમમાં જવાને બદલે ઘરે જ થોડી કસરત કરી અને રોજનું જોગિંગ કરવાનું છોડ્યું નથી. વધુ વજન ન વધે તેના માટે તે જેટલી પણ કેલરી લે છે તેને પછીના દિવસે બર્ન કરી લે છે.