હેલ્થ

કસરત કર્યા વગર માત્ર 7 દિવસમાં ઘટી શકે છે 9 કિલો વજન, કરો માત્ર આ 8 નાના અને સરળ ઉપાય

આજના સમયમાં દરેક કોઈ મોટાપાની સમસ્યાથી ચિંતિત છે. વ્યસ્ત જીવનશૈલીને લીધે લોકોને પોતાના માટે સમય જ નથી રહેતો. એવામાં મોટાપો ઓછો કરવાનું ત્યારે ખુબ મુશ્કિલ થઇ જાય છે જ્યારે તમારી ખોરાક સંતુલિત ના હોય અને તમે એક હેલ્દી જીવનશૈલી અપનાવી ના રહ્યા હોય.જો કે આજે અમે તમારા માટે મોટાપો ઓછો કરવા માટેના એવા ઉપાયો લઈને આવ્યા છીએ જેના માટે તમારે ન તો જીમમાં કસરત કરવાની જરૂર છે કે ન તો વજન ઓછો કરવા માટેની દવાની.આ ઉપાય નિયમિત કરવાથી તમે માત્ર 7 થી 10 દિવસમાં તમારો વજન ઓછો કરી શકશો.

1.સવારે ઉઠતા જ કરો આ કામ: તમારા દિવસની શરૂઆત 2 ગ્લાસ નવશેકું પાણી પી ને કરો.તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે શરીરથી ટોક્સિન્સ નીકળી જાશે જે મોટાપો ઓછો કરવા માટે પૂરતું છે.પાણી શરીરમાંથી વિષયુક્ત પદાર્થો, વધારાના સોડિયમને દૂર કરવામાં મદદ કરે છે.નવશેકું પાણી શરીર માંથી વધારાની કેલરીને ઓગાળી નાખે છે જેને લીધે મોટાપો પણ ઓછો થાવા લાગે છે.

2.કેવો હોવો જોઈએ સવારનો નાસ્તો?: તમારા સવારના નાસ્તામાં 250 ની અંદર આવનારો કેલેરીયુક્ત જ ખોરાક લેવો જોઈએ.તમે સવારના નાસ્તમાં ઈંડા  ખાઈ શકો છો. ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે તરત વજન ઘટાડવા માટે જવાબદાર છે, યાદ રાખો કે તરમારે ઈંડાનો સફેદ ભાગ ખાવાનો રહેશે જે પ્રોટીન યુક્ત હોય છે. આ સિવાય તમે ઈડલી સંભાર,એપ્પલ સ્મૂદી અને બદામ,કોર્ન ફ્લેક્સ અને દૂધ પણ લઇ શકો છો. આ સિવાય તમે નાસ્તાની સાથે સાથે ગ્રીન ટી પણ લઇ શકો છો.જલ્દી વજન ઘટાડવા માટે વેજીટેબલ સુપ પણ ખુબ ફાયદેમંદ છે. જેમાં વિટામિન્સ,મિનરલ્સ અને અન્ય ન્યુટ્રીએંટ્સ હોય છે, તમે વેજીટેબલ સૂપની સાથે 1 સ્લાઈસ ટોસ્ટેડ બ્રાઉન બ્રેડ પણ ખાઈ શકો છો.જો કે નાસ્તાના અમુક સમય પછી તમને ભૂખ લાગે છે તો તમે ગ્રીન ટી ની સાથે સાથે લાઈટ બિસ્કિટ ખાઈ શકો છો અથવા તો કેળા, સફરજન, તરબૂચ જેવા ફળો પણ ખાઈ શકો છો.

3.ઝડપથી ચાલવાની આદત રાખો: ઝડપથી ચાલવું એક એવો વ્યાયામ છે જેનાથી તમારું વજન ઝડપથી ઓછું થઇ શકે છે.માત્ર ચાલવાથી જ તમે 0.46 કિલોગ્રામ વજન ઓછું કરી શકો છો, જો કે તે તેના પર નિર્ભર કરે છે કે તમે અઠવાડિયામાં કેટલી વાર અને કેટલું ચાલો છો.રોજના 10,000 ડગલાં ચાલવાથી તમે જીમ કર્યા વગર જ 9 કિલો જેટલો વજન ઓછો કરી શકશો. જરૂરી નથી કે તમે એક જ વારમાં 10,000 ડગલાં ચાલો તમે તમારા સમયના અનુસાર આખા દિવસમાં તેને વિભાજીત કરી શકો છો. રોજ આ ઉપાય કરવાથી તમને માત્ર અઠવાડિયામાં જ ફર્ક દેખાવા લાગશે.

4.બપોરનું ભોજન: બપોરના ભોજનમાં તમારે 300 કેલેરી યુક્ત ખોરાક ખાવાનો રહેશે.જેના માટે તમે વેજીટેબલ સૂપ લઇ શકો છો.આ સિવાય બાફેલા શાકભાજીઓ અને દાળ-ભાત પણ ખાઈ શકો છો.એક રોટલીમાં 71 કેલરી હોય છે માટે તમે એક કે બે રોટલીની સાથે બાફેલા શાકભાજી ખાઈ શકો છો. ધ્યાન રાખો કે બને ત્યાં સુધી શાકભાજી માટે એક એક નાની ચમચી તેલ નો જ ઉપીયોગ કરો. વધારે તેલનો ઉપીયોગ મોટાપાનું કારણ બને છે.

5.ખાવાની આદતને બદલો: જો તમે ઝડપથી તમારું વજન ઓછું કરવા માંગો છો તો સૌથી પહેલા તમારી ખાવાની આદતને બદલવાની રહેશે.વધારે પડતી શ્યુગર,કેલેરી,બેક્ડ વસ્તુ,તળેલો ખોરાક,વેગરેથી દૂર રહેવું જોઈએ.આ બધી વસ્તુઓમાં વધારે પડતો જ ફેટ હોય છે જે મોટાપો વધારવા માટે પૂરતું છે.

6.સાંજનો નાસ્તો: સાંજના નાસ્તામાં તમે વેજિટેબલ ગ્રિલ્ડ બ્રાઉન બ્રેડ સેન્ડવીચ ખાઈ શકો છો. આ સિવાય તમે ફ્રૂટ જ્યુસ પણ લઇ શકો છો.સંતરાનું જ્યુસ વધારે ફાયદેમંદ રહે છે. સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે શરીરમાં ચરબીને વધતી અટકાવે છે. સાંજના નાસ્તમાં તમે સૂકા મેવા જેવા કે બદામ,પિસ્તા અને અખરોટ પણ ખાઈ શકો છો જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ નહિ લાગે અને વજન પણ નિયંત્રણમાં રહેશે.

7. આ વસ્તુ ખાવાથી બચો: બને ત્યાં સુધી કેક,કૂકીઝ,મર્ફીસ,બ્રેડ,પેસ્ટ્રી,બેકરી પ્રોડકસ જેવી ખાદ્ય વસ્તુઓથી બને ત્યાં સુધી દૂર રહો.તેલમાં તળેલી વસ્તુઓને બદલે સેકેલી વસ્તુઓ ખાવાનું રાખો.સાંતળેલી કે સેકેલી વસ્તુઓ શરીરમાં ચરબી બનવા નથી દેતી. આ સિવાય આલ્કોહોલ,કોલ્ડ ડ્રિંક્સ અને મીઠાઈઓ ખાવાથી બચવું જોઈએ.

8.રાતનું ભોજન:
બને ત્યાં સુધી રાતના સમયે હલકો ખોરાક લેવો જોઈએ.કેમ કે રાતે પાચનક્રિયા ધીમી હોય છે માટે ભારે ખોરાકને પચવામાં વધારે સમય લાગી શકે છે જે મોટાપાનું કારણ બને છે.રાતે તમે બે રોટલી, બાફેલા શાકભાજીઓ કે સૂપ લઇ શકો છો.રાતે સુતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી મોટાપો જલ્દી જ દૂર થાય છે. તેનાથી શરીરની ગંદગી નીકળી જાય છે અને ઊંઘ પણ સારી આવે છે. જણાવી દઈએ કે રાતે યોગ્ય રીતે ઊંઘ ન આવવી પણ મોટાપાનું એકમાત્ર કારણ છે.