વજન વધવાની સમસ્યા આજે મોટાભાગના લોકોમાં જોવા મળે છે. જયારે આપણે કોઈ ફિટ અને તંદુરસ્ત લોકો સામે મોટાપા વાળા લોકોને જોઈએ ત્યારે તેમને જોઈને ઘણીવાર હસવું પણ આવતું હોય છે. તેને ઘટાડવા માટે ઘણા લોકો પ્રયત્ન પણ કરે છે છતાં પણ તે કારગર સાબિત નથી થતા. આજે અમે તમને એવા બે ઉપાયો જણાવીશું જેના દ્વારા તમે મોટાપાને દૂર કરી અને ફિટ અને તંદુરસ્ત બની શકો છો.

આ બંને એવા ઉપાયો છે જેના માટે ના તમારે જીમમાં જવાની જરૂર પડશે કે ના વજન ઘટાડવા વાળી કોઈ દવા લેવાની જરૂર પડશે. ચાલો જોઈએ એ બંને ઉપાયો.

1. પોતાના ખાવાની આદતને બદલવી:
જો તમે એક જ અઠવાડિયાની અંદર ઝડપથી પાતળા થવા કે મોટાપો દૂર કરવા માંગતા હોય તો તમારે પોતાની દૈનિક દિનચર્યામાં બદલાવ કરવો પડશે. જમવાની આદતમાં પણ બદલાવ કરવો પડશે. આપણે જે પણ ખાઈએ છીએ આપણા શરીરમાં જાય છે. આ પ્રકારના ખાવામાં શુગર, કૈલોરી ખાવાથી આપણે બચવું જોઈએ. ઉદારહણ તરીકે તળેલી વસ્તુઓ, સ્વીટ, જંક ફૂડ વગેરે આહારમાં સામેલ કરવા ના જોઈએ. આ બધામાં વધારે ફેટ હોય છે અને મોટાપાનું કારણ બને છે.

શરીરમાં રહેલા ફેટને બાળવા માટે ઓછા પ્રોટીનવાળો આહાર લેવો જોઈએ. તેલમાં તળેલી વસ્તુઓની જગ્યાએ શેકેલી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો. તેલમાં તળેલી વસ્તુઓ શરીરમાં ફેટ જમા કરે છે જયારે શેકેલી વસ્તુઓ ફેટ જામવા દેતી નથી. સાથે જ આલ્કોહોલ, કોલ્ડ ડ્રિન્ક, અને મીઠાઈનું સેવન કરવાથી પણ બચવું જોઈએ. આઈસ્ક્રીમ પણ ચરબીમાં વધારો કરે છે અને તેનાથી બનેલો ફેટ ઓછો થવામાં ઘણો જ સમય લાગે છે.

2. ઝડપથી ચાલવાની આદત અપનાવવી:
આમ તેમ આંટા મારવા, ચાલવું, ઝડપથી ચાલવું એ એક કસરત જ છે જેનાથી તમારું વજન ઝડપથી ઓછું થાય છે. જેનાથી તમે ઈચ્છો એવું પરિણામ થોડા જ દિવસમાં મેળવી શકો છો. માત્ર ચાલવાથી જ તમારી 0.46 કિલોગ્રામ એટલે કે એક પાઉન્ડ વજન ઘટાડી શકો છો. પરંતુ આ બધું એ વાત ઉપર નક્કી કરે છે કે તમે અઠવાડિયામાં કેટલું ચાલો છો.

તમને માન્યામાં નહિ આવે પરંતુ એ સાચું છે કે તમે જિમમાં ગયા વગર જ માત્ર ચાલવાથી જ 9 કિલો સુધી વજન સરળતાથી ઘટાવી શકો છો. રોજના 10000 પગલાં ચાલવાથી તમારા વજનમાં અભૂતપૂર્વ કમી લાવી શકો છો અને તમને આ અસર અઠવાડિયામાં જ જોવા મળશે. એવું નથી કે એક જ સમયમાં તમારે 10000 પગલાં ચાલવાને છે., પરંતુ તેને તમે અલગ અલગ સમયમાં વિભાજીત કરી શકો છો. નજીકની જગ્યાએ જવા માટે વાહનનો ઉપયોગ કર્યા વગર ચાલીને જ જવાની આદત આપનાવો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.