જીવનશૈલી હેલ્થ

વધેલા વજનના કારણે લોકો ઉડાવી રહ્યા હતા મજાક, પછી 6 મહિનામાં 51 કિલો વજન ઘટાવીને બની ગઈ મૉડલ

“જાડી-જાડી” શબ્દો સાંભળીને કંટાળી ગઈ યુવતી, જીમ ગયા વગર ઘટાડ્યું ૫૧ કિલો વજન, જાણો ટિપ્સ

આજે મોટાભાગે લોકોને વજન વધારાની સમસ્યા હોય છે, જેના કારણે શરમનો સામનો પણ કરવો પડે છે. ખાસ કરીને જોઈ કોઈ છોકરી જાડી હોય તો તેનો વધારે મજાક બનતો હોય છે. આજે અમે તમને એક એવી જ છોકરીની કહાની જણાવીશું જેને માત્ર 6 મહિનામાં જ પોતાનું 51 કિલો વજન ઘટાવી દીધું અને આજે એક મૉડલ બની ચુકી છે.

Image Source

પોતાનું વજન ઘટાવનાર આ યુવતીનું અન્મ છે જોઆના જોસેફ. જે માત્ર 22 વર્ષની છે . તેને પોતનાયુ 51 કળી વજન ઘટાવવા માટે ખુબ જ મહેનત કરી છે. તેની આ વજન ઘટાવવાની સફર પણ ખુબ જ રસપ્રદ છે.

Image Source

મોડેલ અને અભિનેત્રી જોઆના બાળપણથી જ ખુબ જ જાડી હતી. પરંતુ એ સમયે તેને કયારેય વજન ઘટાવવાનું ના વિચાર્યું. તેનું વજન વધીને 104 કિલો હી ગયું. ત્યારે લોકોની ટિપ્પણીઓથી પરેશાન થઈને તેને પોતાનું વજન ઘટાવવાનું નક્કી કર્યું અને માત્ર 6 મહિનામાં જ 51 કિલો વજન ઘટાવી દીધું.

Image Source

પોતાનું વજન ઘટાવવાઈ સફર વિશે જોઆના કહે છે કે, “હું ખુબ જ જાડી હતી. જેના કારણે મારા મિત્રો અને મારા ઘરવાળા મને પસંદ નહોતા કરતા. જયારે હું 15 વર્ષની હતી, ત્યારથી જ લોકો મારા મોટાપાને લઈને ખરાબ કોમેન્ટ કરતા હતા. મેં મારી લાઈફ સ્ટાઈલમાં બદલાવ કર્યો અને રોજ કસરત કરવાની પણ આદત પાડી. આ રીતે મેં મારુ વજન ઘટવું.”

Image Source

જોઆના જિમમાં પણ નથી ગઈ અને પોતાનું વજન ઘટવું છે જેના માટે તેનું કહેવું છે કે, “હું મારુ વજન ઘટાવવા માટે મોટાભાગે ઘરે જ વર્કઆઉટ કરતી હતી. મેં પાંચ કિલોના બે ડમ્બલ અને એક જિમ મેટ ખરીદી. મેં મારા ફોનની અંદર એક વર્કઆઉટ એપ ડાઉનલોડ કરી અને નિર્ધારિત સમયમાં કસરત કરવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત રોજ સાંજે 2 કલાક જોગિંગ કરવા પણ જતી હતી.

Image Source

તે આગળ જણાવે છે કે “મેં સૌથી વધારે વર્કઆઉટ, હેલ્દી ખાવાનું અને સકારાત્મક લોકોની સાથે મળવાનું શરૂ કરી દીધું. જયારે મેં મોડેલિંગ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો ત્યારે હું મારા શરીરને લઈને ખુબ જ કોન્ફિડેન્ટ થઇ ગઈ. હકીકતમાં મારા મોડેલિંગ કેરિયરે મને પોતાની જાતને વધારે પ્રેમ કરવામાં મદદ કરી.

Image Source

જોઆનાનો ડાયટ પ્લાન:

સવારનો નાસ્તો: એક કપ સંતરાનું જ્યુસ, ફળ અને બટરની સાથે બે ટુકડા હોલમીલ બ્રેડ.

બપોરનું જમવાનું: બ્રાઉન રાઈસ, સ્ટીમ્ડ ચિકન, માછલી, ઈંડા, ટોફુ અને સલાડ

રાત્રિનું જમવાનું:  તે રાત્રે 7 વાગ્યા પહેલા જમી લેતી હતી. રાત્રીના જમવામાં એક રોટલી, કઢી અને શાકભાજી ખાતી હતી. આ સાથે જ એક કપ ગ્રીન ટીનુ સેવન કરતી હતી.

પ્રી-વર્કઆઉટ મિલ: ચિકન અથવા માછલી સાથે એક વાટકી સ્ટીમ્ડ શાકભાજી.

પોસ્ટ વર્કઆઉટ મિલ: એક કપ ગ્રીન ટી સાથે થોડો હળવો ખોરાક