‘બડે અચ્છે લગતે હૈ’ અને ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’ જેવી ફેમસ ટીવી સીરિયલમાં મુખ્ય રોલ નિભાવનાર ટેલિવિઝન એક્ટર રામ કપૂર ઘણા સમયથી સોશિયલ મીડિયાથી દૂર રહ્યા હતા. પરંતુ હાલમાં જ રામ કપૂરે સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યા છે.
સિરિયલ ‘ન્યાય’થી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝમાં કદમ મુકનારા રામ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામમાં તેના ફોટો શેર કર્યા છે. રામ કપૂરની ફોટો હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. રામકપૂરનો આ ફોટો જોઈને ખુદ ફેન્સ પણ હેરાન છે. રામ કપૂરે તેનું વજન ઘટાડ્યું છે. અને તેનો મેકઓવર પર જોવા જેવો છે.
View this post on Instagram
વાયરલ થયેલી આ તસ્વીરોમાં રામ બિલકુલ બદલાયેલા જ અંદાજમાં જોવા મળે છે. પહેલા કરતા રામકપૂર અત્યારે બહુજ સરસ લાગે છે. તેના ફોટો જોઈને લાગે છે કે તેને ફિટનેશ માટે ઘણી મહેનત કરી છે.
45 વર્ષીય રામ કપૂરે આ ફોટો શેર કરતા લખ્યું હતું કે, બધા કેમ છો, કેટલા દિવસથી તમન કોઈને જોયા નથી.’ ફેન્સ પર આ ફોટો જોઈને લાઈક અને કમેન્ટનો વરસાદ વરસાવી રહ્યા છે.
એક્ટર રામ કપૂરે 2000માં ‘એક ઘર એકે મંદિર’ માં જય વાલિયા અને ‘બડે અચ્છે લગતે હૈ’માં રામ કપૂરને ઘણી લોકપ્રિયતા મળી હતી. હાલમાં જ રામ કપૂર આયુષ શર્માની ‘લવયાત્રી’માં નજરે આવ્યા હતા.
View this post on Instagram
રામ કપૂરે સિરિયલ સિવાય ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. જેમાં ‘એજન્ટ વિનોદ’,’મેરે ડેડ કી મારુતિ’, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’, ‘શાદી કી સાઈડ ઇફેક્ટ’ માં હતા. રામ કપૂરે વેબ સિરીઝ કરલે તું ભી મહોબ્બ્ત’માં નજરે આવ્યા છે.
View this post on Instagram
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks