હેલ્થ

ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે આ 5 કુદરતી વસ્તુઓ

વજન ઘટાડવા માટે લોકો ઘણા ઉપાયો કરતા હોય છે. જેમાં ઘણા કારગર નીવડે છે અને કેટલાક કોઈ કામના નહિ. ઘણા લોકોનું માનવું છે કે કસરત દ્વારા જ વજન ઘટાડી શકાય છે. પરંતુ ના એવું નથી. તમારા ડાયેટમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને પણ તમે વજનમાં ઘટાડો કરી શકો છો. આજે આપણે એવી જ પાંચ વસ્તુઓ વિશે જાણીશું જે ના ફક્ત તમારા વજનને ઘટાડશે, પરંતુ હંમેશા માટે તેને કન્ટ્રોલ કરવામાં પણ મદદ કરશે.

Image Source

1. દહીં:
ગરમીના દિવસમાં દહીંનો ઉપયોગ તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. દહીં તમને પોષણ તો આપશે જ સાથે શરીરમાં વધતી ગરમીને રોકવામાં પણ મદદ કરશે અને તમારું વજન પણ ઘટાડશે. આ ઉપરાંત તે વધુ સમય સુધી તમારું પેટ ભરેલું રહેવાનું અનુભવ કરાવશે જેના કારણે વધારે ખાવાથી પણ તમે બચી શકશો.

Image Source

2. છાસ:
છાસનો પ્રયોગ પણ તમે ફિગર મેન્ટેન કરવા માટે કરી શકો છો. તમે તમારી પસંદ પ્રમાણે તેને મસાલા સાથે પણ પી શકો છો. અથવા તો શાકની સાથે પણ તમારા ભોજનમાં સામલે કરી શકો છો. છાસમાં હેલ્દી બેક્ટેરિયા, કાર્બોહાઇડ્રેટ અને લેક્ટોજ શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે.

Image Source

3. દૂધી:
ગરમીના દિવસમાં દૂધી અને તુરીયા જેવા શાકભાજી હલકા અને ફાયદાકારક હોય છે. આ તમારું વજન ઘટાડવાની સાથે સાથે સારા પાચનમાં પણ ખુબ જ મદદગાર સાબિત થાય છે. દૂધીની અંદર ઘણા પ્રકારના પ્રોટીન અને વિટામિન મળી આવે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી,કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ પોટેશિયમ અને ઝીંક મળી આવે છે.

Image Source

4. લીંબુ:
ઉનાળાની અંદર લીંબુ પાણીનું સેવન ખુબ જ કરવામાં આવે છે. તે શરીરને ઉર્જા આપવાની સાથે સાથે વજન ઘટાડવામાં પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. લીંબુમાં થિયામીન, નાયસીન, રીબોફ્લોવીન, વિટામિન-બી-6, વિટામિન ઈ ફોલેટ જેવા વિટામિન્સ રહેલા હોય છે.

Image Source

5. બદામ:
બદામની અંદર 5 ગ્રામ પ્રોટીન હોય છે, જે આખી રાત માંસપેશિઓનું સમારકામ કરે છે અને ફાયબર આખી રાત ભૂખ નથી લાગવા દેતું. આ ઉપરાંત બદામને શરીરની ચરબી ઓછી કરવા માટે સુપરફુડ પણ માનવામાં આવૅ છે. તે શરીરમાં વધારાના વસાને હટાવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.