હેલ્થ

અઠવાડિયામાં ઉતરી શકે છે 2-3 કિલો વજન, જીમમાં હજારો રૂપિયા વેડફવાનું બંધ કરો અને વાંચો ટિપ્સ

આજે દર બીજા માણસ મોટાપો અથવા વજન વધારાનો ભોગ બનેલ હોય છે. વજન વધવાનું મુખ્ય કારણ જંક ફૂડ અને બેઠાડુ જીવન છે. એક વાર વજન વધી ગયા બાદ વજન ઉતારવામાં આંખે દમ આવી જાય છે. વજન ઉતારવા માટે લોકો જિમમાં જઈને પરસેવો વહેડાવે છે તો બીજી તરફ અમુક લોકો ડાયેટ કરીને અથવા કસરત કરીને વજન ઉતારે છે.

આજે અમે તમને જણાવીશું કે, ઘરે બેઠા કેવી રીતે વજન ઘટી શકે છે.

આપણે જોતા હોય છે કે, ગુજરાતની મહિલાઓને પેટ અને હિપ્સના ભાગે જ સૌથી વધુ ચરબી હોય છે, તો પુરુષોને ફાંદ વધી ગઈ હોય છે. આ લોકોએ સવારે ઉઠીને બ્રશ કર્યા વગર નરણા કોઠે હૂંફાળા પાણીમાં લીંબુ નીચવીને પીવું જોઈએ. આ ઉપાય કરવાથી આજીવન ફાયદાકારક રહે છે. એક વાત ખાસ ધ્યાન રાખવી કે, કયારે પણ હૂંફાળા પાણીમાં મધ નાખવું નહીં તે ઝેર બની જાય છે.

Image Source

આ પાણી પીધાના અડધો કલાક બાદ ડ્રાયફ્રૂટ્સ અને એક ફ્રૂટ્સનું સેવન કરવું.

આ બાદ દોઢ કલાક બાદ સૂપ અથવા કોઈ નાસ્તો જેમ કે પૌઆ, ઉપમા ઈડલીનો નાસ્તો કરવો. નાસ્તો કરતા સમયે ખાસ ધ્યાન રાખવું કે, તે એકદમ ઓછા તેલમાં બનાવવું.

બપોરના ભોજનમાં શાક-રોટલી અથવા દાળ-ભાત જમવા. કયારે પણ દાળ-ભાત-શાક-રોટલી ફૂલ ભાણું જમવું નહીં. ફૂલ ભાણું જમવાથી વજન ચોક્કસ વધે છે. જમવા પહેલા અથવા જમવાના સમયે સલાડનું ખાસ સેવન કરવું. જમતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, ક્યારે જમતા-જમતા પાણી પીવું નહીં.

Image Source

જમ્યાના અડધો કલાક બાદ મોળી છાસ પીવી.

જમ્યાના બે કલાક બાદ ગ્રીન ટી અથવા હૂંફાળા પાણીમાં લીંબુ નાખીને પીવું.

આ બાદ સાંજે 6 વાગ્યાની આસપાસ ખાખરા કે ચણાનું સેવન કરવું. ખાખરા અને ચણાની બદલે સીઝનલ ફ્રૂટ અથવા ડ્રાયફ્રૂટ્સ પણ લઇ શકો છો.

Image Source

સાંજના ડિનરમાં હંમેશા દૂધ ખીચડી અથવા સૂપ જ લેવું. આ સાથે જ ડિનરમાં ઓછા તેલમાં બનાવેલ વસ્તુ જેમ કે, ઈડલી, મુઠીયા અને ઢોકળા પણ લઇ શકો છો.

રાતે સૂતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે, હૂંફાળું પાણી પીને જ સૂવું.

Image Source

દિવસમાં ઓછોમાં ઓછું 30થી 40 મિનિટ સુધી ચાલવું. જો ચાલવાનો સમયના મળે તો સીડી ચઢવી-ઉતરવી.

દિવસ દરમિયાન પેટની કસરત કરવી. જેમાં થોડી સેકન્ડ બાદ પેટ અંદર ખેંચીને રાખવું બાદમાં શ્વાસ લઇ ધીમે-ધીમે છોડવો.

Image Source

જંક ફૂડનું સેવન સંપૂર્ણ પણે ટાળવું. જંકફૂડ જયારે પણ ખાધું હોય ત્યારે એક સમય ભોજનની બદલે માત્ર ફ્રૂટ્સનું જ સેવન કરવું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.